Botad News/ બોટાદના ગઢડામાં મંદિરમાંથી જુગારધામ ઝડપાયું

પોલીસે કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Gujarat Others

Botad News : બોટાદના ગઢડામાં મંદિરમાંથી જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. જેમાં જુના સ્વામિનારાયણ મંદિરમાં આ જુગારધામ ઝડપાયું હતું. પોલીસે મંદિરના રૂમમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 1 લાખથી વધુ રોકડ સહિત મોબાઇલ જપ્ત કર્યા હતા.દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મંદિરના પાંચમા માળે રૂમ નંબર 509માં જુગાર ચાલતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગારીઓ ઝડપાયા હતા. તપાસમાં હરિકૃષ્ણ વાઘ ઉર્ફે પારષદ હરીકૃષ્ણ જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ

આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ