Ahmedabad News/ અમદાવાદ: બગોદરા-બાવળા હાઇવે પર કાર પલટી, 2ના મોત

બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંપૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 2 જણા ઘાયલ થયા હતા. હાઈવે પર રામનગરના પાટીયા નજીક અકસ્માતનો આ બનાવ બન્યો હતો.

કારના ચાલકે સ્યરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં પડી હતી. અન્ય બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભોગ બનેલા લોકો ચોટીલા પૂનમ ભરીને પરત ફરતા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ

આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ