Ahmedabad News/ CNG Price Hike: અદાણી CNGએ ફરી વધાર્યા ભાવ, પ્રતિ કિલો રૂ.2નો વધારો; જાણો નવો દર

CNG Price Hike: અદાણી CNGએ પ્રતિ કિલો રૂ.2નો ભાવ વધારો કર્યો. હવે અમદાવાદમાં CNGનો નવો દર રૂ.90.20 પ્રતિ કિલો, વર્ષ 2026માં કુલ રૂ.10નો વધારો

Top Stories Gujarat

Ahmedabad News: વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ( CNG Price Hike) ઝટકો લાગ્યો છે. અદાણી CNGએ પ્રતિ કિલો (Adani CNG Price) રૂ.2નો ભાવ વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે અમદાવાદમાં CNGની કિંમત રૂ.90.20 પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ CNGનો દર રૂ.88.20 પ્રતિ કિલો હતો.આ ભાવવધારો અમલમાં આવતાં ખાસ કરીને CNG આધારિત ઓટોરિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનચાલકોના માસિક ઇંધણ ખર્ચમાં વધારો થશે.

વર્ષ 2026માં કુલ રૂ.10નો વધારો

CNG price hiked by Rs 2 per kg; ATF price hiked by 5.3 pc, 10th increase this year

અદાણી CNG દ્વારા વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં કુલ રૂ.10 પ્રતિ કિલોનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં 27 મે, 2026ના રોજ પણ કંપનીએ CNGના દરમાં રૂ.2નો વધારો કર્યો હતો. છેલ્લા (Adani Gas) ત્રણ મહિનામાં આ બીજી વખત ભાવમાં વધારો થતાં ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.

રિક્ષાચાલકો અને રોજિંદા મુસાફરો પર વધશે ભાર

Traffic police in Ahmedabad took action against rickshaw drivers and impounded 148 rickshaws in a single day

નવી કિંમતોનો સૌથી વધુ પ્રભાવ CNG પર આધારિત ઓટોરિક્ષા (Auto Rickshaw) ચાલકો અને રોજિંદા મુસાફરી કરતા લોકો પર પડશે. ઇંધણ ખર્ચ વધતાં રિક્ષાચાલકોની આવક પર સીધી અસર પડશે, જ્યારે ભવિષ્યમાં ભાડામાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.અમદાવાદના અનેક રિક્ષાચાલકોએ વારંવાર થઈ રહેલા ભાવવધારા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે સતત વધી રહેલા ઇંધણ ખર્ચને કારણે રોજિંદો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

પેટ્રોલ સામે CNGનો ખર્ચ ઘટતો રહ્યો

એક સમયે પેટ્રોલની સરખામણીએ CNG ઘણું સસ્તું વિકલ્પ માનવામાં આવતું હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ CNG વાહનો અપનાવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત થતા ભાવવધારાને કારણે CNG અને પેટ્રોલ વચ્ચેનો ભાવનો તફાવત ઘટતો જઈ રહ્યો છે.ઇંધણના વધતા ખર્ચ વચ્ચે વાહનચાલકો હવે ફરી એકવાર પોતાના માસિક પરિવહન ખર્ચનું બજેટ બદલવા મજબૂર બન્યા છે.


આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું, 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો, જાણો નવા દર

આ પણ વાંચો: CNG ભાવ વધારો: અમદાવાદમાં ₹83 પાર, રિક્ષાચાલકોનો ફાટી નીકળ્યો ગુસ્સો

આ પણ વાંચો: ખેડૂતો પર 350 કરોડ રૂપિયાનું આર્થિક ભાર, IFFCO દ્વારા ફોસ્ફેટિક ખાતરોમાં 250 રૂપિયા નો ભાવ વધારો