Ahmedabad News/ અમદાવાદના રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના

અમદાવાદ (Ahmedabad)ના રામોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ (Ramol Factory Blast)કેસની તપાસ વધુ અસરકારક અને પારદર્શક રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ (Ahmedabad)ના રામોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ (Ramol Factory Blast)કેસની તપાસ વધુ અસરકારક અને પારદર્શક રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના રામોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ (Ramol Factory Blast)કેસની તપાસ વધુ અસરકારક અને પારદર્શક રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.

રામોલ ફેક્ટરી બ્લાલ્ટ (Ramol Factory Blast)માં અનેક લોકોના મોત તથા ઇજાઓને ધ્યાનમાં રાખીને SITની રચના કરવામાં આવી

પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગંભીરતા અને ઘટનામાં અનેક લોકોના મોત તથા ઇજાઓને ધ્યાનમાં રાખીને SITની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન તમામ ભૌતિક, વૈજ્ઞાનિક, ડિજિટલ તેમજ દસ્તાવેજી પુરાવાઓનું નિયમ મુજબ સંરક્ષણ (Chain of Custody) રાખવાનો પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ SITનું સુપરવિઝન અધિક પોલીસ કમિશનર (સેક્ટર-2) કરશે. ટીમમાં ઝોન-4ના નાયબ પોલીસ કમિશનર, એસ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર અને રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે SITને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), વિસ્ફોટક નિષ્ણાતો, ઇલેક્ટ્રિકલ નિષ્ણાતો, ફાયર વિભાગ, શ્રમ વિભાગ સહિત જરૂરી તમામ સરકારી વિભાગો સાથે સંકલન કરીને તપાસ કરવાની સૂચના આપી છે. ઉપરાંત, તપાસની પ્રગતિ અંગે સમયાંતરે અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

અધિકારીઓને સાક્ષીઓ, પુરાવાઓ અને ઘટનાસ્થળ સંબંધિત તમામ માહિતી એકત્ર કરીને નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે SITની તપાસ બાદ બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે


આ પણ વાંચો : રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા, મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સાબરમતીથી ઝડપાયો

આ પણ વાંચો : અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલો: 9નાં મોત બાદ સંચાલકો સામે FIR, ગેરકાયદે ચાલતી વધુ બે ફેક્ટરી સીલ

આ પણ વાંચો : અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: લાયસન્સ રદ હોવા છતાં કેવી રીતે ચાલુ રહી ફેક્ટરી? હવે જવાબદારી કોની નક્કી થશે?