Jamnagar News/ જામનગર દરેડ GIDCમાં કારખાનામાં બ્લાસ્ટ, 3 મજૂરો ઘાયલ

ભઠ્ઠીમાં બ્લાસ્ટ (Blast)શા માટે થયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

Gujarat Others
જામનગર (Jamnagar)શહેરના દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનામાં સોમવારે અચાનક ભઠ્ઠીમાં બ્લાસ્ટ (Blast) થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Jamnagar News : જામનગર (Jamnagar)શહેરના દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનામાં સોમવારે અચાનક ભઠ્ઠીમાં બ્લાસ્ટ (Blast) થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે મજૂરોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ કારખાનાની ભઠ્ઠીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ (Blast)થયો હતો. જોકે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ભઠ્ઠીમાં બ્લાસ્ટ શા માટે થયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : જામનગરની દરેડ GIDC ફેજ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટનો મામલો, બ્લાસ્ટમાં બે મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ઘાયલ થયેલ મજૂરોમાં એકનું સારવાર દરમિયાન મોત, 30 વર્ષીય

આ પણ વાંચો : અંજારના મોટી દુર્ઘટના, કીમો સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોના મોત

આ પણ વાંચો : સિહોરમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા બે શ્રમિકોના મોત,ચાર ઘાયલ