Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પછી અમદાવાદની બીજી એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ નારાયણી હોસ્પિટલના કર્મચારી અને મળતિયાની ત્રિપુટી દ્વારા આયુષ્યમાન કાર્ડ ઉપર દર્દીઓને છેતરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આપને જણાવીએ કે, પથરીનું ઓપરેશન કરાવનાર દર્દીને ડરાવી ધમકાવી આયુષ્યમાન કાર્ડ બ્લોક છે તેમ જણાવી નારાયણી હોસ્પિટલના કર્મચારી દેવેન્દ્ર યાદવ દ્વારા દર્દીને રજા આપતી વખતે બિલના રુપિયા 80,000 પડાવ્યા અને દર્દીને નાખેલ DJ સ્ટેન્ડ એમ ને એમ દર્દી પાસે રહેવા દઈ રજા આપી દીધી હોવાનું સામે આવ્યું છે.
મહત્વું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દર્દીઓના સારા સ્વસ્થ માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે. PMJAY કાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યું છે.પરંતુ ખાનગી હોસ્પિટલના સંચાલકો આને આવકનું સાધન બનાવી દર્દીઓને લૂંટી રહ્યા છે.

વટવામાં રહેતા પ્રતીક પટેલને પથરીનો દુખાવો થતા રખિયાલની નારાયણી હોસ્પિટલના સારવાર માટે ગયા હતા.સારવાર પહેલા PMJAY કાર્ડ માટે હોસ્પિટલ પૂછવામાં આવ્યું હતું.આ માટે હોસ્પ્ટિલના દેવેન્દ્ર યાદવ નામના કર્મચારીએ વટવાના પિંકલ પટેલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવીને પાંચ હજાર લીધા હતા.જે બાદ વટવાના ચંદન રાજપુત નામના વ્યક્તિએ PMJAY કાર્ડ કાઢી આપ્યું હતું.ઓપરેશન બાદ આ કાર્ડ બ્લોક હોવાનું જણાવીને દેવેન્દ્ર યાદવે દર્દી પ્રતીક પટેલ પાસે બિલના 80 હજાર લીધા હતા.દર્દીને રજા આપતા પહેલાની સારવાર પણ કરવામાં આવી ના હતી.દર્દીને આ મામલે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેણે વટવા પોલીસમાં અરજી આપી છે.પરંતુ ત્યાં પણ કોઈ કાર્યવાહી થઇ ના હતી.
નારાયણા હોસ્પિટલના દેવેન્દ્ર યાદવનો આ મામલે મંતવ્ય ન્યુઝ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.દેવેન્દ્ર યાદવ એક પણ શબ્દ બોલ્યા વગર જતા રહ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આ મામલે કશું જ બોલવા માટે તૈયાર નથી. PMJAY કાર્ડનો દુરુપયોગ અને પૈસા લઈને બનાવવામાં આવતા આવા કાર્ડનો ગેરલાભ લેભાગુ તત્વો લેતા થયા છે પરંતુ જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર તેનો લાભ મળતો નથી.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
