Rajkot News/ મિલકતના વિવાદમાં બે સગા ભાઈની હત્યા, ભત્રીજા સામે ડબલ મર્ડરનો ગુનો

Double Murder Case: ગોપાલ ચોક નજીક મિલકતના વિવાદમાં બે કાકા પર જીવલેણ હુમલાનો આરોપ. સારવાર દરમિયાન બંનેના મોત જાણો સમગ્ર મામલો..

Gujarat Top Stories
Double Murder Case: ભત્રીજાએ બે કાકાનું ઢીમ ઢાળી દીધું

Rajkot News: શહેરના ગોપાલ ચોક ( Gopal Chowk ) નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં મિલકતના ભાગને લઈને થયેલા કૌટુંબિક વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કથિત રીતે ભત્રીજાએ પોતાના બે કાકા પર છરી (Double Murder Case) વડે હુમલો કરતાં બંનેના મોત થયા છે. બીજી તરફ આરોપી પણ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

મિલકતના ભાગના મુદ્દે થયો વિવાદ

પોલીસ ફરિયાદ મુજબ, 19 જુલાઈની મોડી રાત્રે મૃતક સુરેશભાઈ ધોળકિયા અને તેમના પરિવારજનોને રાજેશભાઈ ધોળકિયાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવાયું હતું કે હાર્દિક ધોળકિયા તેમના ઘર બહાર આવી ગાળાગાળી કરી રહ્યો છે.પરિવારજનો ત્યાં પહોંચ્યા બાદ હાર્દિકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન હાર્દિકે મિલકતમાં (Property Dispute) પોતાનો ભાગ કેમ આપવામાં આવતો નથી તે મુદ્દે ઉશ્કેરાઈ જઈ છરી કાઢી હુમલો કર્યો હતો.

બે કાકા પર જીવલેણ હુમલો

Double Murder Case - આરોપી હાર્દિક ધોળકિયા
Double Murder Case – આરોપી હાર્દિક ધોળકિયા

ફરિયાદ મુજબ, હાર્દિકે પ્રથમ સુરેશભાઈ ધોળકિયાના છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો. ત્યારબાદ વચ્ચે પડેલા રાજેશભાઈ ધોળકિયા પર પણ છાતી, પેટ, જાંઘ અને શરીરના (Family Dispute) અન્ય ભાગોમાં છરીના અનેક ઘા મારવામાં આવ્યા હતા.હુમલામાં બચાવ માટે વચ્ચે પડેલા ફરિયાદી લાખાભાઈ ધોળકિયાને પણ હાથ અને શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બંને ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આરોપી પણ ઈજાગ્રસ્ત

ઘટના દરમિયાન હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મૃતક સુરેશભાઈ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના રહેવાસી હતા અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા હતા. બંને સગા ભાઈઓના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

સામાપક્ષે પણ નોંધાવી ફરિયાદ, પોલીસ તપાસ ચાલુ

આ કેસમાં સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાર્દિક ધોળકિયાની ફરિયાદ મુજબ, સુરેશભાઈ ધોળકિયા, લાખાભાઈ ધોળકિયા, રાજેશભાઈ ધોળકિયા અને શિવા નથુભાઈ ડોંડાએ તેના પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસ બંને પક્ષની ફરિયાદ, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક તપાસના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: આણદમાં માસૂમ બાળકીના હત્યારા પર પોલીસનો એક્શન, આરોપીનું એન્કાઉન્ટર

આ પણ વાંચો: વાસદ રેલવે સ્ટેશન પાસે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, કથિત દુષ્કર્મની આશંકા

આ પણ વાંચો: ધારા કડીવાર હત્યા કેસમાં સુરજ ભુવા સહિત 5 દોષિતોને આજીવન કેદ, જૂનાગઢ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો