New Delhi News/ ‘એજ્યુકેશન પોલિસીમાં ગડબડ, સરકાર ચર્ચાથી ભાગી રહી છે’: પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

નવી શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને સંસદ બહાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (PRIYANKA GANDHI)એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે એજ્યુકેશન પોલિસીમાં ગડબડ હોવા છતાં સરકાર ચર્ચા કરવા તૈયાર નથી

India Breaking News
Priyanka Gandhi

New Delhi: નવી શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે શિક્ષણ નીતિમાં અનેક ગેરરીતિઓ હોવા છતાં સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. તેના બદલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આંસુ ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવી રહી છે.

શિક્ષણનિતિને લઈ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ના ભાજપ સરકાર પર પ્રહાર 

પ્રિયંકા ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે સમગ્ર વિરોધનો મુખ્ય મુદ્દો શિક્ષણ નીતિમાં રહેલી ખામીઓ છે. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષ સતત સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર ચર્ચાથી દૂર ભાગી રહી છે. તેમણે કહ્યું કે શિક્ષણ જેવા મહત્વના વિષય પર ખુલ્લી ચર્ચા થવી લોકશાહી માટે જરૂરી છે, પરંતુ સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર દેખાતી નથી.

વિદ્યાર્થીઓ પર બળપ્રયોગનો આરોપ

પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે પોતાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “અમે બધા એજ્યુકેશન પોલિસી (Education Policy)પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ, કારણ કે તેમાં ગડબડ છે. પરંતુ સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. તેના બદલે બાળકો પર આંસુ ગેસના ગોળા છોડવામાં આવી રહ્યા છે અને તેમને મારવામાં આવી રહ્યા છે.” તેમણે આ પ્રકારની કાર્યવાહી લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ હોવાનું જણાવ્યું.

જંતર- મંતર ખાતે ચાલી રહેલ પ્રદર્શને લઈ રાજકીય ગરમાવો

શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વિરોધ પક્ષ સરકારને સંસદ (Parliament)માં ચર્ચા કરવા દબાણ કરી રહ્યો છે, જ્યારે સરકાર તરફથી આ આરોપો અંગે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓના આંદોલનનો મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે.

 


આ પણ વાંચો: મહિલા અનામત બિલ: પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને પડકાર

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ યુએસ વેપાર કરાર પર ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો: સૈનિકોની શહાદત પર પ્રિયંકા ગાંધીનું નિવેદન, કહ્યું- અમે બધા તમારા ઋણી રહીશું