Gujarat Weather/ નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી

ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ઓક્ટોબર મહિનામાં ભારતીય હવામાન વિભાગે (Indian Merterological department) દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ (South-West Monsoon) વિદાય લેશે તેવી આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ 66 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. તાલુકા કે શહેરના આંકડા જોઈએ તો 24 કલાકમાં મહત્તમ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 75 ટકા જેટલો નોંધાયો છે, પશ્ચિમ રાજ્સ્થાનમાં 72 ટકા અને પૂર્વ રાજસ્થાનમાં 47 ટકા નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે નિષ્ણાતોનું કહેવું છે કે આ વષે 138 ટકા જેટલો કુલ વરસાદ વરસ્યો છે, જે છેલ્લા 1 દાયકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

IMD predicts 'heavy to very heavy' rainfall in these 8 states till June 30 - BusinessToday

નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતા ઓછી ગણાઈ રહી છે. બીજી બાજુ અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હજુ 2 દિવસ છુટોછવાયો વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે. અમરેલી જિલ્લામા ખાંભા પંથકમાં મોડી સાંજે ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જયારે સાવરકુંડલાના આંબરડીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.  ખાંભાની હડીયો નદીમા ઘોડાપુર આવ્યુ હતું અને ખોડિયાર મંદિર સુધી પાણી આવી ગયું હતુ.

Rain Gujarat 2 1 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો

જોકે આ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના તાપમાન વિશે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની એક મહિનાની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ થશે. 10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો