Lifestyle News/ શ્વાનને જોતાં જ શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય છે? જાણો તમારી ગભરામણ પાછળનું અસલી કારણ

શ્વાન (Dog)ને જોતાં જ ઘણા લોકો અતિશય ડર અને ગભરામણ અનુભવે છે. જાણો સાઇનૌફોબિયા (Cynophobia) ના કારણો, શ્વાનની બોડી લેંગ્વેજના સાચા સંકેતો અને આ ભયમાંથી મુક્તિ મેળવવાની સરળ રીતો.

Trending Lifestyle
Why do you break into a sweat the moment you see a dog Find out the real reason.

સામાન્ય રીતે શ્વાન (Dog)ને માનવજાતનો સૌથી વફાદાર અને શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે. આમ છતાં, આપણી આસપાસ એવા અનેક લોકો છે જેઓ રસ્તા પર કે ઘરની બહાર શ્વાનને જોતાં જ ભારે ભય અને ગભરામણ અનુભવે છે. બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જે ડર હોય છે, તેના કરતાં શ્વાન પ્રત્યેનો આ ભય ઘણો વધારે જોવા મળે છે. પરંતુ શું આ ડર જન્મજાત હોય છે? મનોવિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના નિષ્ણાતો અનુસાર, આ ભય શ્વાનના સ્વભાવ કરતાં માનવ મનની સ્થિતિ અને ભૂતકાળના અનુભવો સાથે વધુ જોડાયેલો છે.

શા માટે ઉત્પન્ન થાય છે શ્વાનનો ભય?

મોટાભાગના કિસ્સાઓમાં શ્વાન પ્રત્યેનો આ ડર જન્મજાત નથી હોતો, પરંતુ સમય જતાં વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે. બાળપણમાં શ્વાન ભસવાનો કે કરડવાનો કોઈ કડવો અનુભવ, પરિવારના વડીલો દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ અથવા સમાચારોમાં અવારનવાર જોવા મળતા હુમલાના અહેવાલો આ ભયને મજબૂત બનાવે છે. ઘણીવાર લોકો આવી વ્યક્તિઓને ‘પ્રાણીઓ પ્રત્યે અણગમો ધરાવનારા’ માની લે છે, જે તદ્દન ખોટું છે. વાસ્તવમાં, આ એક માનસિક પરિસ્થિતિ છે જેને તબીબી ભાષામાં ‘સાઇનૌફોબિયા’ (Cynophobia – શ્વાનનો અતિશય ડર) કહેવામાં આવે છે.

સામાન્ય અણગમો અને ‘ફોબિયા’ વચ્ચેનો તફાવત

જે લોકોને માત્ર શ્વાન પસંદ નથી, તેઓ તેનાથી સુરક્ષિત અંતર જાળવી રાખે છે પણ તેમને કોઈ ગભરામણ થતી નથી. પરંતુ જેઓ આ ફોબિયાથી પીડાય છે, તેમને શ્વાન જોતાં જ તીવ્ર ચિંતા, હૃદયના ધબકારા ઝડપી થઈ જવા, ખૂબ પરસેવો વળવો, હાથ-પગ ધ્રૂજવા કે રડવું આવવા જેવા શારીરિક લક્ષણો દેખાવા લાગે છે. પરિણામે, આવા લોકો બહાર નીકળવાનું કે એવી જગ્યાઓએ જવાનું ટાળે છે જ્યાં શ્વાન હોવાની શક્યતા હોય.

બોડી લેંગ્વેજની ગેરસમજ,સૌથી મોટું જોખમ

લોકો ઘણીવાર શ્વાનની શારીરિક ભાષા (Body Language) ને યોગ્ય રીતે સમજી શકતા નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે

પૂંછડી હલાવવી: સામાન્ય માન્યતા એવી છે કે પૂંછડી હલાવતો શ્વાન હંમેશાં ખુશ જ હોય છે. પરંતુ જો તેની પૂંછડી સખત (કડક) હોય અને ઝડપથી સરખી દિશામાં હલતી હોય, તો તે તેના તણાવ, અસ્વસ્થતા કે આક્રમક ઉત્તેજનાની નિશાની હોઈ શકે છે.

તણાવના લક્ષણો: વારંવાર હોઠ પર જીભ ફેરવવી, બગાસું ખીવું કે નજર ચોરીને મોં ફેરવી લેવું એ શ્વાન અસ્વસ્થ કે ભયભીત હોવાના સંકેતો છે.

નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ:

 શ્વાન પ્રત્યેનો ભય દૂર કરવા માટે તેની બોડી લેંગ્વેજ સમજવી જરૂરી છે. રસ્તા પર કે કોઈના ઘરે અજાણ્યા શ્વાન પાસે જતાં પહેલાં તેના માલિકની પરવાનગી અવશ્ય લેવી. પ્રાણીની અંગત જગ્યા (Personal Space) નું સન્માન કરવું અને તેને અચાનક ડરાવવાનું કે તેની સામે દોડવાનું ટાળવું એ જ સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે.


આ પણ વાંચો :ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ

આ પણ વાંચો :ડાયાબિટીસ, બીપી અને હાર્ટથી લઇ 39 જરૂરી દવાઓ સસ્તી; કેન્દ્ર સરકારે કિંમતો પર લગાવ્યો અંકુશ

આ પણ વાંચો :નવા ફૂટવેર પહેરવાથી પગમાં પડ્યા છે ચાંદા? અસહ્ય ‘શૂ-બાઇટ’ અને બળતરામાંથી મુક્તિ અપાવશે આ અકસીર ઘરેલુ ઇલાજ