Ahmedabad News/ હાર્દિક પટેલને મોટી રાહત, 2018ના પાટીદાર આંદોલનનો કેસ સરકારે પરત ખેંચ્યો

Hardik Patel Case Withdrawn: પાટીદાર અનામત આંદોલન દરમિયાન વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ગુજરાત સરકારે કેસ પરત ખેંચ્યો

Gujrat Top Stories
Hardik Patel Case Withdrawn: હાર્દિકને મોટી રાહત

Gujarat News: વિરમગામના ધારાસભ્ય અને પૂર્વ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને (Hardik Patel Case Withdrawn) વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન ( Patidar Andolan Case) સાથે જોડાયેલા કેસમાં મોટી રાહત મળી છે. ગુજરાત સરકારે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ પરત ખેંચવાની અરજી કરતાં કોર્ટે તેને મંજૂરી આપી છે. પરિણામે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

સરકારના નિર્ણય બાદ કોર્ટમાં રજૂઆત

વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિતના (Hardik Patel Case Withdrawn) આરોપીઓ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં (Ahmedabad Court )ચાલી રહ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકારના નિર્ણય અને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ જાહેર હિતમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ હાર્દિક પટેલ સામે વોરંટ પણ જાહેર થયું હતું

આ કેસમાં અગાઉ કોર્ટમાં હાજર ન રહેતાં હાર્દિક પટેલ (Hardik Patel Case Withdrawn) સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને કોર્ટની કાર્યવાહી દરમિયાન હાજર રહેવાની બાહેંધરી આપતા હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

પાટીદાર અનામત આંદોલન (Patidar Movement) દરમિયાન હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોએ નિકોલ વિસ્તારમાં અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જરૂરી મંજૂરી વિના રેલી અને ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. રેલી રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી તેમજ જાહેરનામાનો ભંગ, સરકારી ફરજમાં અડચણ અને ધમકી સહિતના આરોપો નોંધાયા હતા.

પોલીસ કાર્યવાહી દરમિયાન 6 કાર્યકરોની અટકાયત

પોલીસને મળેલી બાતમીના આધારે નિકોલના દયાવાન ફાર્મ વિસ્તારમાંથી કેટલાક PAAS કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના દાવા મુજબ કાર્યકરોએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા, સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો અને કાયદો-વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કર્યો હતો.કોર્ટે નોંધ્યું કે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક કે આર્થિક નુકસાન થયું નહોતું. સરકારી પક્ષે રજૂ કર્યું કે કેસ પરત ખેંચવાનો નિર્ણય જાહેર હિત, સામાજિક સૌહાર્દ અને શાંતિ જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્ટને તેમાં કોઈ દુર્ભાવના ન જણાતા અરજી મંજૂર કરીને હાર્દિક પટેલ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા.

પાટીદાર આંદોલનના અન્ય કેસો પણ પરત ખેંચાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેટલાક કેસોમાં રાજ્ય સરકારે કેસ પરત ખેંચવાની કાર્યવાહી કરી હતી. અગાઉ અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં પણ સરકારની અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો ધીમે ધીમે પરત ખેંચાઈ રહ્યા છે.


આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ: લાલજી પટેલનો મોટો દાવો, ‘હાર્દિક પટેલ આંદોલનનો ચહેરો કેવી રીતે બન્યો?’

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

આ પણ વાંચો: અંબાજીમાં હાર્દિક પટેલનો વિરોધીઓ પર પ્રહાર: ‘કોકરોચ તો ટોયલેટમાંથી નીકળે, હિટ સ્પ્રેથી ખતમ થઈ જાય’