Ahmedabad News: અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી (Child Abuse Case) સાથે અડપલાં કરવાના કેસમાં વિશેષ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો (POCSO Court Verdict) આપ્યો છે. કોર્ટે 81 વર્ષીય આરોપી તફઝુલ હુસેન કુરેશીને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
POCSO Court Verdict: દુકાને ચોકલેટ લેવા ગયેલી બાળકી સાથે કરી હતી હરકત
કેસની વિગતો મુજબ, માધવપુરા વિસ્તારમાં વેપાર કરતા 81 વર્ષીય તફઝુલ હુસેન કુરેશીની દુકાને 19 ઓક્ટોબર, 2024ના રોજ પાંચ વર્ષની બાળકી ચોકલેટ (Child Molestation Case) લેવા ગઈ હતી. આરોપીએ બાળકીને દુકાનની અંદર બોલાવી તેની સાથે અશ્લીલ અડપલાં કર્યા હોવાનો આરોપ છે.ઘટનાની જાણ બાળકીએ પરિવારને કરતાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.
કોર્ટમાં રજૂ થયા 10 સાક્ષી અને 11 દસ્તાવેજી પુરાવા
સુનાવણી દરમિયાન સરકારી પક્ષે કોર્ટ સમક્ષ 10 સાક્ષીઓ અને 11 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ફરિયાદી સહિતના સાક્ષીઓએ કોર્ટમાં આરોપીની ઓળખ પણ કરી હતી, જેના આધારે કોર્ટ સમક્ષ ગુનો સાબિત થયો હતો.સરકારી વકીલે દલીલ કરી હતી કે બાળકો સામેના આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સમાજમાં કડક સંદેશ (Child Safety) જાય અને આવા ગુનાઓ કરનારાઓમાં કાયદાનો ભય ઉભો થાય તે માટે આરોપીને કડક સજા કરવામાં આવે.બીજી તરફ બચાવ પક્ષે આરોપીની વધુ ઉંમરનો ઉલ્લેખ કરીને સજામાં રાહત આપવા વિનંતી કરી હતી.
પોક્સો કોર્ટે 5 વર્ષની કેદ ફટકારી
બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ પોક્સો કોર્ટે આરોપી તફઝુલ હુસેન કુરેશીને દોષિત જાહેર કર્યો અને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ચુકાદા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વાસદ રેલવે સ્ટેશન પાસે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, કથિત દુષ્કર્મની આશંકા
આ પણ વાંચો: Instagramની મિત્રતા સગીરાને પડી ભારે! લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મનો આરોપ
આ પણ વાંચો: સગા ભાઈના દુષ્કર્મથી ગર્ભવતી બનેલી સગીરાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો
