Gujarat News/ PM મોદીના ‘નેટ ઝીરો’ વિઝનમાં ગુજરાતની મોટી સિદ્ધિ, ગ્રીન વીજ ઉત્પાદનમાં ઐતિહાસિક વધારો

Carbon Emission Reduction: ગુજરાતે 2025-26માં કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો ઘટાડો નોંધાવ્યો છે. 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીના ઉત્પાદન સાથે રાજ્ય પીએમ મોદીના ‘નેટ ઝીરો’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર બન્યું છે.

Gujarat Trending
Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાનેટ ઝીરો‘ ( PM Modi Net Zero) અને ‘ગ્રીન ઇન્ડિયા’ના (Green Energy) વિઝનને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર બની રહ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન (Carbon Emission Reduction) ટનનો ઘટાડો નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે રાજ્યમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન પણ નોંધાયું છે, જે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતની મજબૂત પ્રગતિ દર્શાવે છે.

Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ
Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ

રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને અન્ય નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. તેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 179 મિલિયન ટન કાર્બન (Carbon Emission Reduction) ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મળી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્રીન એનર્જીના વધતા ઉપયોગથી કોલસા અને અન્ય પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટે છે, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને પર્યાવરણને પણ મોટો ફાયદો થાય છે.

Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ
Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ

કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો માત્ર પર્યાવરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો સીધો લાભ સામાન્ય લોકોને પણ મળે છે. હવાની ગુણવત્તામાં સુધારો, ગ્લોબલ વોર્મિંગની અસર(Carbon Emission Reduction) ઘટાડવામાં મદદ, અનિયમિત વરસાદ, અતિશય ગરમી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ સામે રાહત મળવાની શક્યતા વધે છે. સ્વચ્છ ઊર્જાનો વિસ્તાર લાંબા ગાળે સ્વાસ્થ્ય અને આર્થિક વિકાસ બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ
Carbon Emission Reduction: ગુજરાતની મોટી સિદ્ધિ

ગુજરાત સરકારે ગ્રીન ( Gujarat Carbon Emissions) હાઇડ્રોજન પોલિસી, ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી અને પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી જેવી પહેલો અમલમાં મૂકી છે. GUVNL, GEDA અને GPCL જેવી સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી રાજ્યમાં ગ્રીન એનર્જીનો હિસ્સો સતત વધી રહ્યો છે અને વીજ ઉત્પાદન વધુ પર્યાવરણમૈત્રી બનતું જઈ રહ્યું છે.

રાજ્ય સરકારે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ઊભી કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. આ લક્ષ્ય પૂર્ણ થતાં ગુજરાત માત્ર દેશનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસનું મજબૂત મોડેલ બની શકે છે. રાજ્યની આ પ્રગતિ ભારતના 2070 સુધી ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.


આ પણ વાંચો: દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

આ પણ વાંચો: બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

આ પણ વાંચો: ગુજરાતની વધુ એક સિદ્ધિ, ઘરચોળાને મળ્યું GI ટેગ