Ahmedabad News : અમદાવાદ શહેરમાં આજે પડેલા ભારે વરસાદને પગલે નિર્ણયનગર અન્ડરપાસ (Nirnay Nagar Underpass)ખાતે સવારે 11:35 કલાકે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહારને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
AMCની ટીમે ઝડપી કાર્યવાહી કરીને વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. સતત કામગીરીના પરિણામે બપોરે 12:27 કલાક સુધીમાં અન્ડરપાસમાંથી વરસાદી પાણીનો નિકાલ કરી સ્થળની સાફ-સફાઈ પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારબાદ વાહનવ્યવહારને સુવ્યવસ્થિત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. AMCની ત્વરિત કામગીરીના કારણે નાગરિકોને લાંબા સમય સુધી કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ઝડપી પ્રતિસાદ આપી જાહેર સુવિધા અને વાહનવ્યવહાર જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ: શહેર જળબંબાકાર, અંડરપાસ બંધ, ટ્રાફિકથી જનજીવન અસ્તવ્યસ્ત
આ પણ વાંચો:અમદાવાદમાં વરસાદી માહોલ, પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં મેઘમહેર
આ પણ વાંચો:લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
