Ahmedabad News/ અમદાવાદમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત: બોડકદેવમાં 4.5 ઇંચ, સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઇંચ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બોડકદેવમાં 4.5 ઇંચ, સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઇંચ જ્યારે રાણીપ, પાલડી અને ઉસ્માનપુરામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Heavy Rain: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારો જળબંબાકાર

Ahmedabad News: અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદે (Ahmedabad Heavy Rain) શહેરના અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. ટૂંકા સમયમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Ahmedabad Heavy Rainના જુઓ વિડિયો 

શહેરમાં સૌથી વધુ બોડકદેવ વિસ્તારમાં 4.5 ઇંચ વરસાદ (Ahmedabad Heavy Rain) નોંધાયો હતો. જ્યારે સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

તે ઉપરાંત રાણીપ, ઉસ્માનપુરા અને પાલડીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગોતા, નવરંગપુરા અને વાસણામાં 3 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

ભારે વરસાદ (Ahmedabad Heavy Rain)ના કારણે કેટલાક માર્ગો પર પાણી ભરાવાથી વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટે સંબંધિત વિભાગો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં પણ વરસાદી (Ahmedabad Heavy Rain) માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ: શહેર જળબંબાકાર, અંડરપાસ બંધ, ટ્રાફિકથી જનજીવન અસ્તવ્યસ્ત

આ પણ વાંચો:અમદાવાદમાં વરસાદી માહોલ, પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં મેઘમહેર

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ