Navsari Rain News/ નવસારીમાં મેઘતાંડવ: જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ સર્જાઈ

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાંસદાના સીતાપુર નજીક જૂજ ડેમની કેનાલ (Jooj Dam Canal Break)માં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પૂર્ણા નદીના પાણી શહેરના વિસ્તારોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે.

Top Stories Gujarat Others Breaking News
Jooj Dam Canal Break: નવસારીમાં પૂરનું સંકટ ઘેરાયું, કેનાલ તૂટતા ખેડૂતોને મોટો ફટકો

Jooj Dam Canal Break: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ (Jooj Dam Canal Break) ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

ooj Dam Canal Break: જૂજ ડેમની કેનાલમાં ગાબડું

આ દરમિયાન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સીતાપુર નજીક જૂજ ડેમની કેનાલમાં ગાબડું (Jooj Dam Canal Break) પડવાની ઘટના સામે આવી છે. કેનાલ (Jooj Dam Canal Break)માં ભંગાણ સર્જાતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેનાલ (Jooj Dam Canal Break)માં ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદ વચ્ચે કેનાલ તૂટતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. મહેનતથી ઉભા કરેલા પાકને નુકસાન પહોંચવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.

નવસારીમાં પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરો, દુકાનો અને ખેતરોમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકી સર્જાઈ છે.નવસારી શહેર નજીકથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટી પણ ખતરાના નિશાનને પાર પહોંચી છે. નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે.

શહેરના રંગૂન નગર, કરિશ્મા ગાર્ડન અને કાશીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અંદાજે 5 ફૂટ સુધી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. રંગૂન નગર વિસ્તારમાં પાણી ભરાતા હજારો લોકો પ્રભાવિત થયા છે.

વિજલપોર સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન

ભારે વરસાદને કારણે નવસારીના વિજલપોર વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર બની છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું છે.જિલ્લાના અનેક ગામો અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સ્ટેટ હાઈવે બંધ, વાહન વ્યવહારને અસર

ભારે વરસાદને કારણે ચીખલીથી વાંસદા થઈ સાપુતારા જતો સ્ટેટ હાઈવે પણ અસરગ્રસ્ત થયો છે. કાવેરી નદીના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે.હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને નદી, ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારો નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર તરફથી દરેક શક્ય સહાયની ખાતરી

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી કલાકો ભારે: હવામાન વિભાગનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:વલસાડમાં ભારે વરસાદનો કહેર: સંજાણ-હુમારણ બ્રિજનો ભાગ તૂટ્યો, ઉમરગામમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ