VADODRA NEWS/ ભારે વરસાદની આગાહીને પગલે VMC એલર્ટ, મેયર સહિતના હોદ્દેદારોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત

Vadodara Rain Alert: વડોદરામાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા એલર્ટ મોડમાં આવી છે. મેયર ગીતાબેન મકવાણા સહિતના હોદ્દેદારોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી..જાણો સમગ્ર માહિતી

Gujrat Trending
Vadodara Rain Alert: VMCનું મેગા એક્શન પ્લાન

Vadodara Rain News: ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે ભારે વરસાદની (Vadodara Rain Alert) આગાહી કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ (VMC Rain Alert)  મોડમાં આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને શહેરમાં સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.

મેયર સહિતના હોદ્દેદારોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન (VMC Rain Alert) વ્યાસે બદામડી બાગ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શહેરમાં વરસાદી (Vadodara Rain Alert) સ્થિતિને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.

નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને ગરનાળાનું મોનિટરિંગ

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરના મુખ્ય માર્ગો, ગરનાળા, વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય (Vadodara Flood Preparedness) તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે સમગ્ર વ્યવસ્થા સક્રિય રાખવામાં આવી છે.

પાણીના ઝડપી નિકાલ માટે અધિકારીઓને સૂચના

મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે ત્યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે સંબંધિત વિભાગોને અગાઉથી જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

જરૂર પડશે તો સ્થળાંતર માટે પણ તંત્ર તૈયાર

ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જો ભારે વરસાદને કારણે કોઈ વિસ્તાર અસરગ્રસ્ત બને તો ત્યાંના રહેવાસીઓને સલામત સ્થળે સ્થળાંતર કરાવવા માટે પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.

દરેક પરિસ્થિતિનો સામનો કરવા VMC સજ્જ

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. તેમ છતાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર 24 કલાક સતર્ક છે. જરૂર જણાશે તો હોદ્દેદારો જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર તરફથી દરેક શક્ય સહાયની ખાતરી

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી કલાકો ભારે: હવામાન વિભાગનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ