Surat News/ સુરતમાં ભારે વરસાદ વચ્ચે NDRF-SDRF એલર્ટ: આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા 5 બચાવ ટીમો તૈનાત

Surat Flood Alert: સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 1 અને SDRFની 4 ટીમો વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે

Gujrat Surat Trending
Surat Flood Alert: 5 બચાવ ટીમો મેદાને

Surat Rain News: સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની (Surat Flood Alert) આગાહીને પગલે NDRFની 1 અને SDRFની 4 ટીમો વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. સંભવિત આપાતકાલીન પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમો 24 કલાક તૈયાર રાખવામાં આવી છે.

Surat Flood Alert: ભારે વરસાદને પગલે સુરતમાં બચાવ ટીમો એલર્ટ પર

Surat Flood Alert: 5 બચાવ ટીમો મેદાને
Surat Flood Alert: 5 બચાવ ટીમો મેદાને

સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોની હવામાન આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પૂર અને અન્ય આપાતકાલીન (Emergency Rescue) પરિસ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

NDRFની એક ટીમ સુરતમાં તૈનાત

આપાતકાલીન (Emergency Rescue) સ્થિતિમાં ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે NDRFની એક ટીમ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે તૈનાત કરવામાં આવી છે. કોઈપણ સંકટની સ્થિતિમાં આ ટીમને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

SDRFની ચાર ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ખડેપગે

SDRFની ચાર ટીમોને સુરતના વિવિધ વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. ખરવરનગર, સુભાષનગરના લિંબાચિયા હોલ, સચિન-કનકપુર અને ઉમરા કમ્યુનિટી હોલ ખાતે ટીમો 24 કલાક કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી જરૂરિયાત મુજબ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય.

વિવિધ જિલ્લાઓના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા

રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે SDRFની ટીમોમાં (Emergency Rescue) અન્ય જિલ્લાઓના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સુભાષનગર ખાતે તૈનાત ટીમમાં ખેડા ગ્રુપના 24 જવાનો, જ્યારે સચિન-કનકપુર ખાતે તૈનાત ટીમમાં નડિયાદ ગ્રુપના 32 જવાનો ફરજ બજાવી રહ્યા છે.જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ ભારે વરસાદ અથવા પૂર જેવી કોઈપણ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો NDRF અને SDRFની ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે. તમામ ટીમોને જરૂરી સાધનો અને બચાવ સામગ્રી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્થાનિક તંત્ર અને બચાવ દળોને સહકાર આપવા અપીલ કરી છે. જિલ્લા પ્રશાસન દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરગામમાં 42 ઇંચ વરસાદ; NDRF, SDRF અને આર્મી મેદાને

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, DyCM હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી

આ પણ વાંચો: વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો