Ahmedabad Rain News: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝડપી રાહત અને પાણી નિકાલની કામગીરી માટે આર્મી (Ahmedabad Army)ની કુલ 6 કોલમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad Army:શહેર-જિલ્લામાં શરૂ થશે ઓપરેશન
સરકારી માહિતી અનુસાર, આ 6 કોલમમાંથી 3 કોલમ અમદાવાદ શહેરમાં કામગીરી કરશે, જ્યારે બાકીની 3 કોલમ અમદાવાદ જિલ્લામાં પાણી નિકાલ અને રાહત કામગીરી માટે તૈનાત રહેશે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પર અસર પડી છે.
ખાસ કરીને આંબલી, બોપાલ અને શેલા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનતાં ત્યાં આર્મી (Ahmedabad Army)ની ટીમોને તૈનાત કરવામાં આવશે. આર્મી (Ahmedabad Army)ની મદદથી પાણી ઝડપથી બહાર કાઢવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડવા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા સહિતની કામગીરી હાથ ધરાશે.
રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, NDRF, SDRF અને અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી કરશે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે.
સરકારે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:જૂનાગઢના દોમડીયા વાડી રોડ પર ખાડાઓથી લોકો પરેશાન, 300થી વધુ ફરિયાદો છતાં મનપા નિષ્ક્રિય
આ પણ વાંચો:વલસાડમાં પૂર વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન: હેલિકોપ્ટરથી યુવકનો બચાવ, 12,754 લોકોનું સ્થળાંતર
