Navsari News: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે નવસારી જિલ્લામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. ચીખલી તાલુકાના રાનકુવા નજીક બીલીમોરા-વઘઈ નેરોગેજ હેરિટેજ રેલવે ટ્રેક ધોવાઈ જતાં ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ટ્રેકને ગંભીર નુકસાન થતાં હેરિટેજ ટ્રેન સેવા લાંબા સમય સુધી બંધ (Train services disrupted) રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી સમારકામની કામગીરી માટે તૈયારીઓ હાથ ધરી છે.
નવસારીમાં ભારે વરસાદને પગલે ટ્રેન સેવા ખોરવાઈ | Train services disrupted.
નવસારી (Navsari)જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. તેની વચ્ચે ચીખલી તાલુકાના રાનકુવા નજીક બીલીમોરા-વઘઈ વચ્ચેનો નેરોગેજ હેરિટેજ રેલવે ટ્રેક ધોવાઈ જતાં રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહથી ટ્રેકની નીચેની જમીન ધોવાઈ જતા પાટા હવામાં લટકતી સ્થિતિમાં આવી ગયા છે. ટ્રેકને થયેલા ભારે નુકસાનને પગલે બીલીમોરા-વઘઈ વચ્ચે દોડતી હેરિટેજ નેરોગેજ ટ્રેનની સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેકનું સંપૂર્ણ સમારકામ થયા બાદ જ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. નુકસાન વધુ હોવાથી ટ્રેન સેવા લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા છે.
ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી સ્થિતિ ગંભીર: પાણી નિકાલ માટે આર્મીની 6 કોલમ તૈનાત, શહેર અને જિલ્લામાં શરૂ થશે કામગીરી
આ પણ વાંચો: ગોવા જવું હવે સરળ થઈ ગયું છે! રેલવેએ નવી ટ્રેન સેવા શરૂ કરી છે, સમયપત્રક, સ્ટોપેજ અને સમય તપાસો
