Entertainment News/ “આ વાહિયાત માણસ છે કોણ?”: રેડ કાર્પેટ પર શ્વાન સાથે નિર્દયતા જોઈ ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પર ભડકી મલાઈકા અરોરા

રેડ કાર્પેટ ઈવેન્ટમાં અસહાય શ્વાન સાથે કરાયેલા અસંવેદનશીલ વ્યવહારનો વીડિયો વાયરલ થતાં મલાઈકા અરોરા (Malaika Arora)ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પર લાલચોળ થઈ છે. મલાઈકાએ ખેસારીને ઓળખવાનો ઇનકાર કરી આકરી ટીકા કરી છે.

Entertainment
Malaika Arora lashes out at Khesari.

મુંબઈમાં આયોજિત એમેઝોન પ્રાઇમ વીડિયોના એક ગ્લેમરસ રેડ કાર્પેટ (RedCarpet )ઈવેન્ટ દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો કર્યો છે. ભોજપુરી સિનેમા (BhojpuriCinema )ના સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav)ના એક વાયરલ વીડિયો પર બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા (Malaika Arora)એ તીખી પ્રતિક્રિયા આપતા આકરા શબ્દોમાં ટીકા કરી છે. પોઝ આપવા માટે એક અસહાય શ્વાન સાથે કરાયેલા અસંવેદનશીલ વ્યવહાર સામે આક્રોશ વ્યક્ત કરતા મલાઈકાએ ખેસારીને ઓળખવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

 ઈવેન્ટમાં શ્વાન સાથે બેરહેમી; મૂકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા ખેસારી

આ વાયરલ વીડિયો અનુસાર, જ્યારે ખેસારી લાલ યાદવ પેપરાઝી અને મીડિયા સમક્ષ પોઝ આપવા માટે બેકગ્રાઉન્ડ બેનર પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં ગ્રીન કાર્પેટ પર એક રખડતું શ્વાન બેઠેલું હતું. ફોટો સેશનમાં નડતરરૂપ બનતા આ શ્વાનને ત્યાં હાજર ઈવેન્ટ ટીમના એક આસિસ્ટન્ટે અત્યંત દબંગાઈથી ઘસડીને દૂર ખસેડ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે આ આખી ઘટના ખેસારી લાલ યાદવની નજર સામે જ બની હોવા છતાં તેમણે ટીમને અટકાવવાનો કોઈ પ્રયાસ ન કર્યો અને શાંતિથી પોઝ આપવાનું ચાલુ રાખ્યું હતું.

સોશિયલ મીડિયા પર મલાઈકાનો પ્રચંડ આક્રોશ: “ખૂબ જ ઘૃણાસ્પદ”

પ્રાણીઓ પ્રત્યે વિશેષ લાગણી ધરાવતી મલાઈકા અરોરાએ આ વીડિયો ક્લિપ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રી-શેર કરતા લાલચોળ થઈ ગઈ હતી. મલાઈકાએ લખ્યું કે, “આ કેવા લોકો છે? અને આ માણસ કોણ છે જે ત્યાં ઊભો રહીને પોઝ આપી રહ્યો છે? ખૂબ જ ઘૃણાસ્પદ.” તેણે કમેન્ટમાં આ ઘટનાને ‘વાહિયાત’ ગણાવતા સવાલ ઉઠાવ્યો કે, “આ મૂર્ખ માણસ કોણ છે? શું તેના માટે ફોટો પડાવવો એટલો બધો જરૂરી હતો?”

સોશિયલ મીડિયા પર ફેન્સ અને નેટિઝન્સ વચ્ચે જોરદાર બહેસ

મલાઈકાની આ આકરી કમેન્ટ્સ બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ ખેસારી લાલ યાદવના ફેન્સ મલાઈકાને ભોજપુરી સુપરસ્ટારની નેશનલ પોપ્યુલરિટી યાદ અપાવીને બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પ્રાણીઓ સાથે આ પ્રકારની હીન હરકત કરવા બદલ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ અને ખેસારી લાલ યાદવની આકરી ટીકા કરી રહ્યા છે. આ મુદ્દે હજુ સુધી ખેસારી લાલ યાદવ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.


આ પણ વાંચો : આમિર ખાને અશનીર ગ્રોવરની બાયોપિક છોડી, શ્રદ્ધા કપૂરના નવા હીરોની શોધ શરૂ!

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનની હેલ્થ પોસ્ટનું સસ્પેન્સ ખતમ: ICU અને સર્જરીની પોસ્ટ પર બિગ બીએ કરી સ્પષ્ટતા

આ પણ વાંચો :ઈવા ગ્રોવરનો ચોંકાવનારો ખુલાસો: આમિર ખાનના સાવકા ભાઈ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ