Viramgam Rain News: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત (Rain Water Death) થયાની દુઃખદ ઘટના સામે આવી છે.
Rain Water Death:વરસાદી પાણીથી વિરમગામમાં મુશ્કેલી વધી
મળતી માહિતી મુજબ, વિરમગામના ઉજીની ચાલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાયેલા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક યુવક ડૂબી ગયો હતો અને તેનું મોત (Rain Water Death) થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભારે વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને ઘાંચાની લાટી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવા તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ટીમો સક્રિય છે.
વિરમગામના નાયબ કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
તંત્ર દ્વારા લોકોને સ્થાનિક પ્રશાસનને સહકાર આપવા અને પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. હાલ વિરમગામમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મહેસાણાના કડીમાં વરસાદનો કહેર: જળબંબાકાર વચ્ચે મકાનો ધરાશાયી, થોળમાં વૃદ્ધ દંપતીના મોત
આ પણ વાંચો:ભાભરમાં 9.6 ઇંચ વરસાદથી જળબંબાકાર: રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો, નગરપાલિકા સામે લોકોમાં રોષ
