Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Heavy Rain Alert)ની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રવિવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Heavy Rain Alert: આ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નાગરિકો અને વહીવટી તંત્રને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદનું જોર રહેશે
રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંને શહેરોમાં રવિવાર સુધી ભારે વરસાદ (Gujarat Heavy Rain Alert)ના સંકેતો આપવામાં આવ્યા છે.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે,અતિભારે વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓ જેમ કે,બનાસકાંઠા, પાટણ, અમદાવાદ ,આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદી ઝાપટાં
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે
હવામાન સિસ્ટમની હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે.રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય કરતાં વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને નદી-નાળા નજીક અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
નાગરિકો માટે સાવચેતીની અપીલ
ભારે વરસાદ (Gujarat Heavy Rain Alert)ની આગાહીને પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ન ચલાવવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ્યમાં વરસાદથી ભારે નુકસાન: અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, 7 જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો
આ પણ વાંચો:નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ પહોંચ્યા
