Surendranagar Rain News: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન (Surendranagar Flood) પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને લખતર તાલુકાના બાબજીપુરા (Babjipura Village) અને પાટડી તાલુકાના માલવણ ગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Surendranagar Flood: બાબજીપુરા ગામના ઘરોમાં ઘૂંટણથી કમર સુધી પાણી

લખતર તાલુકાના બાબજીપુરા ગામમાં ભારે વરસાદ બાદ અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ (Waterlogging)ગયું છે. અનેક ઘરોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાતા લોકો માટે પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ઘરનો સામાન બચાવવા લોકો તેને ઊંચા સ્થળે ગોઠવી રહ્યા છે, જ્યારે કેટલાક પરિવારો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
માલવણ ગામમાં ખાટલા પર ગોઠવવી પડી ઘરવખરી
પાટડી તાલુકાના માલવણ ગામમાં (Malvan Village) પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની દૈનિક જીવનશૈલી ખોરવાઈ ગઈ છે. ઘરવખરી, અનાજ અને જરૂરી સામાનને બચાવવા માટે લોકોને ખાટલાઓ પર ગોઠવવું પડ્યું છે. કેટલીક મહિલાઓને તો ખાટલા પર જ રસોઈ બનાવવાની ફરજ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
મહિલાઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક મદદની માંગ કરી
અસરગ્રસ્ત પરિવારો, ખાસ કરીને મહિલાઓએ જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક રાહત (Flood Relief )પહોંચાડવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ઘરમાં પાણી ભરાયેલા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ડી-વોટરિંગ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
પાણી ભરાવાથી આરોગ્ય સંકટની ચિંતા
લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આરોગ્ય વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ, ક્લોરીનની ગોળીઓનું વિતરણ અને તબીબી તપાસની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ-વિરમગામ હાઇવે ફરી શરૂ, પરંતુ ટુ-વ્હીલર વાહનો પર હજુ પ્રતિબંધ
આ પણ વાંચો: વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી
આ પણ વાંચો: 4 વર્ષથી ઓરડા વગર ચાલી રહી છે શાળા: છોટા ઉદેપુરના સૈડીવાસણમાં પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ
