Ahmedabad News/ અમદાવાદમાં બાંધકામ સાઈટ પર તંત્રની કડક કાર્યવાહી, 166 બાંધકામ સાઈટની તપાસ, 11 સાઈટની મંજૂરી સસ્પેન્ડ, ડેવલપરને નોટિસ

અમદાવાદ (Ahmedabad) માં દીવાલ ધસી પડવાની ઘટનાઓ બાદ AMCની મોટી કાર્યવાહી, 166 બાંધકામ સાઈટની તપાસ બાદ સલામતીના નિયમોનો ભંગ કરતી 11 સાઈટની મંજૂરી સસ્પેન્ડ.

Top Stories Gujarat
Ahmedabad

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં બાંધકામ સાઈટની દીવાલો ધસી પડવાની ઘટનાઓ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના જોધપુર, સિંધુભવન રોડ, નારણપુરા અને મોટેરા વિસ્તારમાં બનેલી ઘટનાઓ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેઝમેન્ટ (સેલર) બનાવતી બાંધકામ સાઈટોની તપાસ શરૂ કરવામાં આવી હતી.

AMC દ્વારા શહેરની કુલ 166 બાંધકામ સાઈટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સલામતીના નિયમોનું પાલન ન કરતી 11 સાઈટની બાંધકામ મંજૂરી (રજાચિઠ્ઠી) સસ્પેન્ડ કરવામાં આવી છે. સાથે જ સંબંધિત ડેવલપર અને એન્જિનિયરોને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ahmedabad

તપાસ દરમિયાન સાઈટ પર બેરિકેડિંગની વ્યવસ્થા, સ્ટ્રટિંગ, ડી-વોટરિંગ પંપ, મજૂરો માટેની કોલોની, સલામતીના સાધનો તેમજ એન્જિનિયર અને સુપરવાઈઝર દ્વારા નિયમિત મોનિટરિંગ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.
ahmedabad

તાજેતરમાં જોધપુરમાં બાંધકામ સાઈટની દીવાલ ધસી પડતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે મોટેરા અને નારણપુરામાં આસપાસના ફ્લેટમાં રહેતા લોકોને સલામતીના કારણોસર સ્થળાંતર કરવું પડ્યું હતું.

આ સાઈટ સામે થઈ કાર્યવાહી:
ahmedabad