Ahmedabad News/ સાણંદમાં ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત! ખેતરમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Tractor Accident: સાણંદમાં ખેતરમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે ટ્રેક્ટર પલટી જતાં 40 વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

Top Stories Gujarat
Tractor Accident: ચાલકનું ઘટનાસ્થળે જ મોત

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી (Nani Devti Village) ગામે ખેતરમાં ટ્રેક્ટર પલટી (Tractor Accident) જવાની દુર્ઘટનામાં 40 વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ખેતરમાં અગાઉથી ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન આ ગમખ્વાર અકસ્માત (Tractor Accident) સર્જાતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Tractor Accident: ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢતી વખતે દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેતરમાં પાણી અને કાદવમાં ફસાયેલા ટ્રેક્ટરને બહાર (Tractor Overturn Accident) ખેંચવા માટે ટોઇંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પાણી અને કાદવના કારણે ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાતા ટ્રેક્ટર અચાનક પલટી ખાઈ ગયું અને પાણી ભરાયેલા ખાડામાં ઊંધું વળી ગયું.

ટ્રેક્ટર નીચે દબાતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત

ટ્રેક્ટર પલટી જતાં 40 વર્ષીય ચાલક તેના નીચે દબાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત (Tractor Driver Death) નીપજ્યું હતું.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી નાની દેવતી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


આ પણ વાંચો: સુરતના પલસાણા એક્સપ્રેસ-વે પર સાવરકુંડલા પોલીસની બોલેરોનો ગંભીર અકસ્માત, 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: CCTVમાં કેદ થયો અમદાવાદનો ભયાનક અકસ્માત! રિવરફ્રન્ટ પર 17 વર્ષીય સગીરનું કરૂણ મોત

આ પણ વાંચો: અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવતી અને પિતા પર જીવલેણ હુમલો! છરીના ઘા ઝીંકતા બંને ગંભીર, આરોપી ફરાર