Surat News: સુરતની એક શાળામાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર-16માં પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થીનું વીજ કરંટ (Student dies of electric shock)લાગવાથી મોત થયું છે. ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે અને પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
વિજકરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત | Student dies of electric shock
મળતી માહિતી મુજબ, સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર-16માં ધોરણ-9માં અભ્યાસ કરતા અબ્દુલ રહેમાન મહમદ સલીમ પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર ગયા હતા. આ દરમિયાન તેઓ ત્યાં લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાના સંપર્કમાં આવતા તેમને જોરદાર વીજ કરંટ ( Electric Shock) લાગ્યો હતો. કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક સારવાર માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનાથી પરિવાર અને સ્થાનિકોમાં રોષ
વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો શાળાએ પહોંચી ગયા હતા. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ શાળા તંત્રની બેદરકારીનો આક્ષેપ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શાળાના પરિસરમાં વીજ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કેમ નહોતી, તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ (Police Investigation) શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ વીજ કરંટ કેવી રીતે ફેલાયો, લાઇટના થાંભલામાં ખામી હતી કે અન્ય કોઈ બેદરકારી હતી તેની તપાસ કરી રહ્યા છે. તપાસના આધારે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી ઊભા થયા પ્રશ્નો
આ દુર્ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા (School Safety)અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે શાળાના પરિસરમાં વીજ ઉપકરણો, લાઇટના થાંભલા અને અન્ય માળખાંનું નિયમિત નિરીક્ષણ થવું જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. વાલીઓએ પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા ધોરણોનું કડક પાલન કરાવવાની માંગ કરી છે
આ પણ વાંચો: વડોદરામાં 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત,મકરપુરામાં સગીરે જીવ ટૂંકાવ્યો
આ પણ વાંચો:શાળામાં મધમાખીના હુમલામાં વિદ્યાર્થીનું મોત, અનેક ઘાયલ
