Asian Games 2026: હોકી ઇન્ડિયાએ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનમાં યોજાનારી Asian Games 2026 માટે 20 સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમની (Indian Hockey Team) જાહેરાત કરી છે. અનુભવી ડિફેન્ડર અને સ્ટાર ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહને સતત બીજી વખત ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. જ્યારે અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવશે.
Asian Games 2026: હાંગઝોઉમાં જીતેલા ગોલ્ડનું રક્ષણ કરવાનો પડકાર
ભારતીય ટીમ 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં જીતેલા સુવર્ણ ચંદ્રકનું રક્ષણ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત સિંહની (Harmanpreet Singh) આગેવાની હેઠળ ભારતે છેલ્લી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો અને હવે જાપાનના આઈચી-નાગોયામાં ફરી એકવાર એ જ સફળતા દોહરાવવાનો પ્રયાસ કરશે.
પૂલ Aમાં ભારતને મળ્યા આ પાંચ પ્રતિસ્પર્ધી
એશિયન ગેમ્સમાં ભારતીય(Asian Games Hockey) ટીમને પૂલ Aમાં યજમાન જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા સાથે સ્થાન મળ્યું છે. પૂલ સ્ટેજમાં સારું પ્રદર્શન કરીને નોકઆઉટમાં પહોંચવાનું ભારતનું પ્રથમ લક્ષ્ય રહેશે.
અનુભવી અને યુવા ખેલાડીઓનું સંતુલિત સંયોજન
Presenting the Indian Men’s Hockey Team for 20th Asian Games Aichi-Nagoya 2026. 🇮🇳❤️
Together, let’s defend our gold medal and book a spot in the LA 2028 Olympics. 💙🏑
🗓️: Sept 19 to Oct 4#HockeyIndia #IndiaKaGame #AsianGames2026 #AsianGames pic.twitter.com/hlwxVNgkNw
— Hockey India (@TheHockeyIndia) July 29, 2026
ટીમમાં ગોલકીપર તરીકે મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિફેન્સમાં હરમનપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચ જવાબદારી સંભાળશે. મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, નીલકંઠ શર્મા અને વિવેક સાગર પ્રસાદ ટીમને મજબૂતી આપશે. જ્યારે ફોરવર્ડ લાઇનમાં દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, સુખજીત સિંહ, મનદીપ સિંહ અને અભિષેક ગોલ કરવાની જવાબદારી નિભાવશે.
લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફિકેશન દાવ પર
ભારતીય ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને જણાવ્યું કે એશિયન ગેમ્સ માત્ર મેડલ જીતવાની ટુર્નામેન્ટ નથી, પરંતુ તેનો વિજેતા સીધો લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. તેથી ટીમ માટે આ સ્પર્ધા અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક મેચ નિર્ણાયક રહેશે.
કેપ્ટન હરમનપ્રીતે ટીમ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
કેપ્ટન હરમનપ્રીત સિંહે જણાવ્યું કે ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શ્રેષ્ઠ સંયોજન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ દબાણમાં પણ આત્મવિશ્વાસ સાથે રમશે અને દરેક ખેલાડી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે.
20 સપ્ટેમ્બરે ઇન્ડોનેશિયા સામે અભિયાનની શરૂઆત
ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં 20 સપ્ટેમ્બરે ઇન્ડોનેશિયા સામે પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ શ્રીલંકા (22 સપ્ટેમ્બર), દક્ષિણ કોરિયા (24 સપ્ટેમ્બર), જાપાન (26 સપ્ટેમ્બર) અને બાંગ્લાદેશ (28 સપ્ટેમ્બર) સામે પૂલ તબક્કાની મેચો રમશે. તમામ મેચો જાપાનના કાકામિગહારામાં આવેલા ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં યોજાશે.
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ હોકી ટીમ
ગોલકીપર: મોહિત એચએસ, સૂરજ કરકેરા.
ડિફેન્ડર્સ: જરમનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ.
મિડફિલ્ડર્સ: રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ.
ફોરવર્ડ્સ: દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, સુખજીત સિંહ, મનદીપ સિંહ, અભિષેક.
આ પણ વાંચો: ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ
આ પણ વાંચો: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: શુભમન ગિલને સોંપાઈ કમાન, યુવા ચહેરાઓની સરપ્રાઈઝ એન્ટ્રી
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ
