sports news/ શુભમન ગિલ ફરી બન્યો ODIનો નંબર-1 બેટ્સમેન, ICC ટોપ-5માં ભારતના ત્રણ સ્ટાર ખેલાડીઓનો દબદબો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill)વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે

Top Stories Sports
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill)વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે

Sports News : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill)વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ICC દ્વારા જાહેર કરાયેલી નવીનતમ વનડે બેટિંગ રેન્કિંગમાં ગિલ ફરી એકવાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. ખાસ વાત એ છે કે આ વખતે ગિલે કોઈ મેચ રમ્યા વગર જ ટોચનું સ્થાન ફરી મેળવ્યું છે.

શુભમન ગિલ (Shubman Gill)801 રેટિંગ પોઇન્ટ સાથે ફરી નંબર-1

ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણીની બે મેચમાં રમ્યો નહોતો. જેના કારણે તેમના રેટિંગ પોઇન્ટમાં ઘટાડો નોંધાયો અને તેઓ પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરકી ગયો. બીજી તરફ શુભમન ગિલ 801 રેટિંગ પોઇન્ટ સાથે ફરી નંબર-1 (ODI No 1 Batsman)પર પહોંચી ગયો છે.

ડેરિલ મિચેલને પાછળ છોડીને ગિલ બન્યા નંબર-1

અગાઉ ડેરિલ મિચેલ (Darryl Mitchell) 802 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને હતો, પરંતુ નવી રેન્કિંગમાં તેમના પોઇન્ટ ઘટીને 794 થયો છે. તેનો સીધો લાભ શુભમન ગિલને મળ્યો છે, જેમણે 801 રેટિંગ પોઇન્ટ સાથે ફરી ટોચનું સ્થાન કબજે કર્યું છે.

ICC ટોપ-5માં ભારતના ત્રણ બેટ્સમેનો

ભારત માટે વધુ ગૌરવની વાત એ છે કે ICCની ટોપ-5 ODI બેટિંગ રેન્કિંગ (ICC Batting Rankings)માં ત્રણ ભારતીય બેટ્સમેનોનો સમાવેશ થાય છે.

  • 1. શુભમન ગિલ – 801 રેટિંગ પોઇન્ટ

  • 2. ડેરિલ મિચેલ – 794 રેટિંગ પોઇન્ટ

  • 3. વિરાટ કોહલી – 767 રેટિંગ પોઇન્ટ

  • 4. રોહિત શર્મા – 758 રેટિંગ પોઇન્ટ

આ આંકડા ભારતીય બેટિંગ લાઇનઅપની મજબૂતાઈ દર્શાવે છે.

છેલ્લા એક વર્ષમાં ગિલનું શાનદાર પ્રદર્શન

છેલ્લા એક વર્ષ દરમિયાન શુભમન ગિલે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં સતત શાનદાર બેટિંગ કરી છે. ઇંગ્લેન્ડ સામેની તાજેતરની વનડે શ્રેણીમાં ભારતને ભલે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ગિલે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.

હવે ટેસ્ટ રેન્કિંગમાં સુધારવાની તક

ભારતીય ટીમ હવે આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીમાં શુભમન ગિલ પાસે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સુધારો કરવાની સારી તક રહેશે. હાલમાં તેઓ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 743 રેટિંગ પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 733 પોઇન્ટ સાથે નવમા ક્રમે છે.

જો ગિલ શ્રીલંકા સામે સારો દેખાવ કરશે તો ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોપ-5 તરફ આગળ વધવાની તેમની સંભાવના વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો : શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર: શુભમન ગિલને સોંપાઈ કમાન, યુવા ચહેરાઓની સરપ્રાઈઝ એન્ટ્રી

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયામાં સરાંશ જૈનની એન્ટ્રી, કોણ છે સરાંશ જૈન?

આ પણ વાંચો : વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, હેરી બ્રુક-જોફ્રા આર્ચરને સ્થાન ન મળ્યું