Rajkot News/ જેતપુરમાં કરૂણ અકસ્માત: રમતા રમતા ખુલ્લા પાણીના ટાંકામાં પડતાં 4 વર્ષના બાળકનું મોત

Child Death: રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલંગ રોડ વિસ્તારમાં બાંધકામ હેઠળના સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડી જતાં બાળકનું કરૂણ મોત થયું છે. સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી થઈ હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

Top Stories Gujarat
Child Death: ટાંકાએ લીધો 4 વર્ષના બાળકનો જીવ

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલંગ રોડ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રમતા રમતા ચાર વર્ષનો માસૂમ બાળક બાંધકામ હેઠળના સ્થળે આવેલા ખુલ્લા પાણીના ટાંકામાં પડી જતાં તેનું દુઃખદ મોત(Child Death) નીપજ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Child Death: બાંધકામ સ્થળે ખુલ્લા ટાંકામાં ખાબકતાં જીવ ગયો

પ્રાથમિક માહિતી મુજબ, બાળક રમતા રમતા બાંધકામ સ્થળ નજીક પહોંચ્યો હતો. ત્યાં સુરક્ષા વ્યવસ્થા વગર ખુલ્લો રહેલો પાણીનો ટાંકો હોવાના કારણે બાળક અચાનક તેમાં ખાબકી (Water Tank Accident) ગયો હતો. આસપાસના લોકોને જાણ થતાં તરત જ તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.પરિવારજનો અને સ્થાનિકોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરીને બાળકને મૃત જાહેર કર્યો હતો.

Child Death: ટાંકાએ લીધો 4 વર્ષના બાળકનો જીવ

દાહોદ જિલ્લાના પરિવાર પર તૂટી પડ્યું દુઃખ

મૃતક બાળકની ઓળખ ચાર વર્ષના વીયંગ ઉર્ફે અંગુર તરીકે થઈ છે. તે મૂળ દાહોદ જિલ્લાના પરિવારનો હોવાનું સામે આવ્યું છે. બાળકના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માસૂમ બાળકના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ખુલ્લા પાણીના ટાંકાને લઈને બેદરકારી થઈ હતી કે કેમ અને બાંધકામ(Construction Site Accident) સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા

આ પણ વાંચો: સ્કૂલ બસ બની મોતની સવારી! ચાલુ બસમાં તળિયું તૂટતાં બાળકનું કરૂણ મોત

આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરાનો કહેર! વઘુ એક બાળકના મોતથી ચિંતા વધી, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો