Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બનવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમના પ્રભાવને કારણે રાજ્યમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે. દરિયામાં પણ પવનની ગતિ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
આજે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ)
અમદાવાદ, વડોદરા અને ભરૂચ
યલો એલર્ટ (ભારે વરસાદ)
બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા અને પંચમહાલ.
આવતીકાલે 9 જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનવાની શક્યતાને પગલે આવતીકાલ માટે રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ)
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને ડાંગ.
ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ)
સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, મહિસાગર અને દાહોદ.
યલો એલર્ટ (ભારે વરસાદ)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ.
વહીવટી તંત્ર સજ્જ, NDRF અને SDRFને એલર્ટ
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોને તૈનાત રહેવા આદેશ અપાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો! 10 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ, કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; આસામમાં પૂરથી 78ના મોત
આ પણ વાંચો: ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગા
