Breaking News/ રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ, હથિયારધારી બે શખ્સો રોકડ ભરેલો થેલો લઈ ફરાર

રાજકોટના પટેલ વાડી વિસ્તારની પ્રાઇમ આંગડિયા પેઢીમાં હથિયારધારી બે શખ્સોએ 19 લાખની લૂંટ (Rajkot Angadia Loot) ચલાવી. બી ડિવિઝન પોલીસ અને LCBએ CCTVના આધારે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Angadia Loot, 19 લાખની રોકડ લઈ લૂંટારૂઓ ફરાર

Breaking News:રાજકોટ શહેરમાં આંગડિયા પેઢીમાં લૂંટ (Rajkot Angadia Loot)ની મોટી ઘટના સામે આવી છે. પટેલ વાડી વિસ્તાર પાસે આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં હથિયાર સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારૂઓ આંગડિયા પેઢીમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાંથી રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનામાં અંદાજે 19 લાખ રૂપિયાની રોકડ લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Rajkot Angadia Loot: હથિયાર સાથે ઘૂસ્યા બે શખ્સો

મળતી માહિતી અનુસાર, બે શખ્સો હથિયાર સાથે આંગડિયા પેઢીમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓને ધમકાવી રોકડ ભરેલો થેલો કબજે કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી

લૂંટ (Rajkot Angadia Loot)ની માહિતી મળતા જ રાજકોટની બી ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પણ લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

CCTV ફૂટેજના આધારે તપાસ

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. લૂંટારૂઓ કયા માર્ગે આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

રાજકોટમાં આંગડિયા પેઢીઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલ

રાજકોટમાં આંગડિયા પેઢીમાં થયેલી આ લૂંટ (Rajkot Angadia Loot) બાદ શહેરમાં વેપારીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:Iએ કેડબરી આપતા જ લૂંટારુ બોલી ઊઠ્યો! રાજકોટની 2.49 કરોડની લૂંટનો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદથી ટ્રેનમાં ગયા અને બિહારમાં લૂંટાયા! રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટાયું

આ પણ વાંચો:રાજકોટમાં ઘરમાં ઘૂસી વૃદ્ધને બનાવી 2.47 કરોડ રોકડા અને સોનાની લૂંટ કરી, બુકાનીધારી શખસો ફરાર