Gujarat News/ ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ: 31 જુલાઈએ 8 થી વધુ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી

School Holiday: ગુજરાતમાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ, સુરત, નવસારી અને વડોદરા, દાહોદમાં 31 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
School Holiday: 31 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ

Gujarat News: ગુજરાતમાં આગામી 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain Alert) હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને વડોદરામાં શાળા-કોલેજોમાં રજા જાહેર (School Holiday) કરવામાં આવી છે, જ્યારે સુરત જિલ્લામાં પણ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

 School Holiday: 31 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ

અમદાવાદમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં

અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

NDRF અને SDRFની ટીમો તહેનાત

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત SDRFની બે ટીમોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.વરસાદથી વધુ અસરગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા ધોળકા, બાવળા અને સાણંદ વિસ્તારમાં ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરીયાત ઊભી થાય તો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

School Holiday: અમદાવાદમાં તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર

અમદાવાદમાં 31 જુલાઈ માટે ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા પરિપત્ર (Ahmedabad School Holiday) જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં 31 જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

School Holiday: 31 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે 31 જુલાઈએ રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતા સુરત જિલ્લા પ્રશાસને 31 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આ નિર્ણય અંતર્ગત જિલ્લામાં આવેલી તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ તેમજ ITI સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.જિલ્લા તંત્રે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત છે.

ભારે વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગરમાં શાળાઓમાં આવતીકાલે રજા

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને 31 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આંગણવાડીઓ, સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા પ્રશાસને નાગરિકોને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોથી દૂર રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર: ભારે વરસાદની આગાહીને પગલે ધોરણ 1થી 8ની શાળાઓમાં આવતીકાલે રજા

છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે ધોરણ 1થી 8 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તથા જરૂરી સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

તાપી: ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર

તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. BNSSની કલમ 163 હેઠળ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.

ભરૂચ: અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF-SDRF સહિત સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર

ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. નર્મદા નદી કાંઠે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લામાં 26 બોટ અને 400થી વધુ સ્વયંસેવકોને તૈયાર રાખવામાં આવ્યા છે. ENGO અને વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ રાહત કામગીરીમાં સહયોગ આપી રહી છે. ઉપરાંત ડેમ અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા તેમજ નદી, નાળા, તળાવ અને ડેમથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

વલસાડમાં વરસાદી સંકટ: શાળાઓમાં રજા

વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે આંગણવાડીથી લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં તમામ શાળાઓમાં 31 જુલાઈએ રજા જાહેર

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં 31 જુલાઈએ તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો આદેશ કર્યો છે.

School Holiday: 31 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ

દાહોદમાં બે દિવસની રજા જાહેર

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળા-કોલેજો તેમજ તમામ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટરની સૂચનાથી નિર્ણય લેવાયો છે.

ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કલેક્ટરના આદેશ બાદ DEOએ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.

વડોદરામાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

School Holiday: 31 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદના રેડ એલર્ટ (Vadodara School Holiday) ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે 31 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI, સરકારી તેમજ ખાનગી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદનાં પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે..

સુરતમાં તંત્ર હાઈ એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

સુરત જિલ્લામાં 31 જુલાઈ માટે રેડ એલર્ટ અને 1 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપી છે. જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત માળખાં દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ પશુપાલકોને પશુઓને ખુલ્લા સ્થળે ન રાખવા અને નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા સૂચના

જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે વિવિધ વિભાગોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લેવામાં આવેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ભારે વરસાદ અને સંભવિત જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે જરૂરી તમામ સાવચેતીના પગલાં લીધા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો: ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈએ રજા જાહેર

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી તાંડવની આગાહી, 48 કલાક ભારે; 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; આસામમાં પૂરથી 78ના મોત