Navsari News/ ભારે વરસાદ બાદ જીતુ વાઘાણી મેદાને, નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સહાયની સમીક્ષા

કૃષિ મંત્રી Jitu Vaghani એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પૂરગ્રસ્ત સોનવાડી, સાલેજ અને ગડત ગામોની મુલાકાત લઈને નુકસાનના સર્વે અને રાહત કામગીરીની સમીક્ષા કરી.

Top Stories Gujarat Others
Jitu Vaghani: અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

Navsari News: નવસારી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ (Navsari Flood) બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન નરેશભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Jitu Vaghani: ગ્રામજનો અને ખેડૂતો સાથે કર્યો સંવાદ

Jitu Vaghani: અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

નવસારીમાં મુલાકાત દરમિયાન કૃષિ મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને મકાનો, પાક, બગીચા અને પશુધનને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ સરકાર દ્વારા ચાલી રહેલી રાહત અને સહાય કામગીરી (Flood Relief Gujarat) અંગે સ્થાનિકોનો પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

સર્વે કામગીરીની સ્થળ પર સમીક્ષા

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ ભારે વરસાદ બાદ હાથ ધરાયેલી રાહત, બચાવ, પુનઃસ્થાપન અને નુકસાનના સર્વેની કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ કૃષિ મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું.

અધિકારીઓને પારદર્શક અને સમયબદ્ધ સર્વેના નિર્દેશ

Jitu Vaghani: અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

(Gujarat Agriculture Minister) જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચના આપી હતી કે અસરગ્રસ્ત ગામોમાં મકાન, પાક અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે સંપૂર્ણ પારદર્શક, સચોટ અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. રાજ્ય સરકારના નિયમો મુજબ દરેક અસરગ્રસ્ત વ્યક્તિને મળવાપાત્ર સહાય કોઈ વિલંબ વિના પહોંચે તે માટે તંત્રે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું.

અસરગ્રસ્તોને ઝડપી સહાય સરકારની પ્રાથમિકતા

Jitu Vaghani: અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

કૃષિ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને ત્વરિત અને યોગ્ય સહાય પહોંચાડવી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારી સહાય સમયસર પહોંચે તે માટે તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે.

સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા સહિત જિલ્લામાં 31 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા, તંત્ર હાઈ એલર્ટ પર

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ચાર દિવસ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર

આ પણ વાંચો: ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈએ રજા જાહેર