Vadodara News/ મહેસાણાથી મુંબઈ સુધી નવજાત બાળકની તસ્કરીનું કૌભાંડ? 3 લાખમાં વેચાણનો ખુલાસો, 8 સામે ગુનો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હાઈવે પરથી 8 દિવસના નવજાત બાળક (Vadodara Newborn Baby Trafficking Case)ને બચાવ્યું. મહેસાણાના દંપતી દ્વારા મુંબઈના ડોક્ટર સાથે 3 લાખમાં સોદો કર્યાનો આરોપ, 8 લોકો સામે ગુનો નોંધાયો.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Newborn Baby Trafficking Case:8 દિવસના નવજાતને 3 લાખમાં વેચવાનો આરોપ

Vadodara News: નવજાત બાળકની તસ્કરી (Vadodara Newborn Baby Trafficking Case)ના ગંભીર મામલાનો પર્દાફાશ થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર લેજન્ડ હોટલ નજીક એક બસમાંથી દંપતીને ઝડપી પાડીને 8 દિવસના નવજાત બાળકને મુક્ત કરાવ્યું છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે, બાળકને મુંબઈના એક કથિત ડોક્ટરને રૂ.3 લાખમાં વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો. આ મામલે દંપતી સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

Vadodara Newborn Baby Trafficking Case: બસમાંથી દંપતી અને નવજાત બાળક મળી આવ્યા

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-મુંબઈ હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. લેજન્ડ હોટલ નજીક ઉભેલી એક બસમાં તપાસ કરતા પોલીસે મહેસાણા-પાટણ વિસ્તારના દંપતીને બાળક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને દંપતી મનોજભાઈ કેશાભાઈ રાવળ અને તેમના પત્ની વિણાબેન રાવળ (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ) પાસેથી 8 દિવસનું નવજાત બાળક (Vadodara Newborn Baby Trafficking Case) મળી આવ્યું હતું. તેમની સાથે તેમનો 8 વર્ષનો પુત્ર પણ હતો.

મુંબઈના ડોક્ટર સાથે 3 લાખમાં સોદાનો આરોપ

પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, નવજાત બાળકને મુંબઈના એક કથિત ડોક્ટર સુધી પહોંચાડવાનો સોદો રૂ.3 લાખમાં નક્કી થયો હતો. આ રકમમાંથી રૂ.2 લાખ બાળકના માતા-પિતાને આપવાના હતા. રૂ.10 હજાર દલાલી પેટે નગીન નામના વ્યક્તિને મળવાના હતા.  બાળક (Vadodara Newborn Baby Trafficking Case)ને મુંબઈ પહોંચાડવા બદલ મનોજભાઈ અને વિણાબેનને રૂ.20 હજાર મળવાના હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ બાળકનો જન્મ 5 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં થયો હતો.આર્થિક મુશ્કેલીમાં રહેલા માતા-પિતાનો લાભ ઉઠાવી બાળકને મુંબઈમાં વેચવાનું કાવતરું રચાયું હતું. બાળકના વેચાણ માટે 3 લાખ રૂપિયાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

તપાસ મુજબ, આ રકમમાંથી બાળકના માતા-પિતાને 2 લાખ રૂપિયા આપવાના હતા, જ્યારે વચેટિયાઓને અલગ અલગ કમિશન આપવાની યોજના હતી.મનોજ અને વીણાબેનને બાળકને મુંબઈ પહોંચાડવા બદલ 20 હજાર રૂપિયાનું કમિશન આપવાનું નક્કી થયું હતું.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બાળ તસ્કરીના નેટવર્કની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈનો એક વ્યક્તિ પોતાને ડોક્ટર તરીકે ઓળખાવી સંપર્ક કરતો હતો. તપાસમાં તે વ્યક્તિ વાસ્તવમાં ઓટો રિક્ષા ચાલક હોવાનું સામે આવ્યું છે.આ વ્યક્તિ વોટ્સએપ મારફતે સંપર્ક કરી બાળકની ડિલિવરી માટે વ્યવસ્થા કરતો હતો અને ત્યારબાદ બાળક અન્ય લોકોને સોંપવાનું નક્કી હતું.

મહેસાણાથી મુંબઈ સુધી નેટવર્ક હોવાની આશંકા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વિણાબેનના ભાઈ સુનિલ રાવળ અને દલાલ શ્રવણ પારગીએ મુંબઈના કથિત ડોક્ટર સાથે સંપર્ક કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી મહેસાણા-પાટણથી મુંબઈ સુધી બાળ તસ્કરીનું નેટવર્ક ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાળકને SSG હોસ્પિટલ ખસેડાયું

પોલીસે બચાવેલા 8 દિવસના નવજાત બાળક (Vadodara Newborn Baby Trafficking Case)ને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.હાલ બાળકની તબીબી તપાસ અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

8 લોકો સામે ગુનો નોંધાયો

આ મામલે વડોદરા પોલીસે કુલ 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં મનોજ રાવળ ,વિણાબેન રાવળ, સુનિલ રાવળ, નગીન નામનો વ્યક્તિ,દલાલ શ્રવણ પારગી,બાળકના કથિત માતા-પિતા (બે અજાણ્યા વ્યક્તિઓ) અને મુંબઈનો કથિત ડોક્ટરનો સમાવેશ થાય છે.

બાળ ન્યાય અધિનિયમ હેઠળ કાર્યવાહી

પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને બાળ ન્યાય અધિનિયમ 2015ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.


આ પણ વાંચો:પાટણ તસ્કરી કેસમાં ઘટસ્ફોટ : આરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત

આ પણ વાંચો:દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ

આ પણ વાંચો:હૈદરાબાદમાં સરોગસી સ્કેમનો પર્દાફાશ