Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ ₹50 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, 6 મહિનામાં ₹1.50 કરોડના ટ્રાન્ઝેક્શન; પાલડીના યુવકની ધરપકડ

Bank Account Rental Scam: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે ₹50 હજારમાં પોતાનું બેંક એકાઉન્ટ, ATM અને SIM કાર્ડ ભાડે આપ્યાનો આરોપ. પોલીસે તપાસમાં ખાતામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કર્યો.

July 30, 2026Maya Sindhav
Gujarat Top Stories Ahmedabad Breaking News
Bank Account Rental Scam:સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર યુવક ઝડપાયો

Ahmedabad News: ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિરોધી અભિયાન દરમિયાન આનંદનગર પોલીસે બેંક એકાઉન્ટ ભાડે (Bank Account Rental Scam) આપવાના કથિત રેકેટનો પર્દાફાશ કરતાં પાલડીના એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીના બેંક ખાતામાં ટૂંકા ગાળામાં ₹1.50 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

સાયબર ફ્રોડની તપાસ દરમિયાન મળ્યો મહત્વનો સૂત્ર

આનંદનગર પોલીસ સ્ટેશનના PI આર.એસ. પરમારના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં ઉપયોગ થતા બેંક એકાઉન્ટ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ બેંક ખાતાની માહિતી મળી હતી, જેમાં સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર થયા હોવાની શંકા હતી. તેના આધારે પોલીસે પાલડીના વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં રહેતા પ્રશમ મુનીરભાઈ શાહની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી.

Bank Account Rental Scam: ₹50 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યાની કબૂલાત

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ₹50 હજારના બદલામાં વાસણા વિસ્તારમાં રહેતા ‘બિટ્ટુ’ નામના વ્યક્તિને આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બેંક એકાઉન્ટ સાથે ATM કાર્ડ, ચેક કિટ, મોબાઇલ ફોન અને પોતાના નામે ચાલુ SIM કાર્ડ પણ સોંપી દીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ, ત્યારબાદ આરોપીના નામે વધુ બે SIM કાર્ડ પણ મેળવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ કથિત રીતે સાયબર છેતરપિંડીમાં થતો હતો.

ખાતામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન

પોલીસે બેંક રેકોર્ડની તપાસ કરતાં આરોપીના ખાતામાં છેલ્લા અંદાજે છ મહિનામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ આ તમામ નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્ય સૂત્રધારની શોધખોળ

આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ‘બિટ્ટુ’ સહિત આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોને શોધવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

સાયબર ગેંગ સામે પોલીસની ખાસ ઝુંબેશ

પોલીસના પ્રાથમિક તારણ મુજબ, શહેરમાં કેટલાક લોકો જરૂરિયાતમંદોને નાણાકીય મદદ અથવા કમાણીની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ અને SIM કાર્ડ ભાડે (Bank Account Rental Scam) મેળવી સાયબર ગુનાઓમાં તેનો ઉપયોગ કરતા હોવાની શંકા છે. પોલીસ આવા નેટવર્ક સામે વિશેષ અભિયાન ચલાવી રહી છે અને લોકોને પોતાનું બેંક એકાઉન્ટ, ATM કાર્ડ અથવા SIM કાર્ડ કોઈને પણ ભાડે (Bank Account Rental Scam) કે ઉપયોગ માટે ન આપવાની અપીલ કરી છે.


આ પણ વાંચો:દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ ઝડપાઈ: જૂનાગઢમાંથી 50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ, 200 બેંક એકાઉન્ટ ભાડે લઈને કર્યુ કૌભાંડ

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડનો વધતો કહેર,  મ્યુલ બેંક એકાઉન્ટ્સ ભાડે આપનારાઓ સામે પોલીસની લાલ આંખ 

આ પણ વાંચો:અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, બાપુનગર પોલીસે એક આરોપીને કરી ધરપકડ

Post navigation

6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી ખુલશે શિપકી લા ટ્રેડ રૂટ,જાણો ક્યારથી શરૂ થશે માલની આપ-લે
ગુજરાતમાં ભારે વરસાદને લઈ પોલીસ હાઈ એલર્ટ: NDRF-SDRF સાથે સંકલન, નાગરિકો અને પશુધન માટે ખાસ ઇવેક્યુએશન પ્લાન તૈયાર

More Posts

India Nepal Economic Package: ₹24 હજાર કરોડનું પેકેજ, IIT કેમ્પસની જાહેરાત

Business News/ ભારતની નેપાળને મોટી ભેટ: રૂ.24 હજાર કરોડનું પેકેજ જાહેર, IIT કેમ્પસ પણ બનાવશે

November 23, 2026November 23, 2026Jaymin Dhiman
સાયબર ફ્રોડ

સાવધાન/ પાકિસ્તાનથી ભારતમાં થઈ રહ્યો છે સાયબર ફ્રોડ, તમારા સુધી આ મેસેજ આવ્યો છે, તો તરત જ કરો ફરિયાદ

September 17, 2022Maya Sindhav

Valsad News/ વલસાડમાં અતિવર્ષા! ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો, લાવરી નદી બે કાંઠે થઈ

August 3, 2024Komal Patel

Ahmedabad News/ અમદાવાદ પ્લેન અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, હું તે બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું : મલ્લીકાર્જુન ખડગે

June 14, 2025Nikunj Patel

Not Set/ પરપ્રાંતિયોના પલાયન મામલે CM યોગી અને નીતિશ કુમારે રુપાણી સાથે કરી વાત, સરકારે કહ્યું, “પૂરી સુરક્ષા આપીશું”

October 8, 2018October 8, 2018Harshid Patel

Breaking News/ રાજકોટ: જામકંડોરણામાં અજગરનું રેસ્કયુ કરાયું, ફોરેસ્ટની ટીમ દ્વારા 11 ફૂટના અજગરનું રેસ્ક્યુ, સોડવદર ગામે મહાકાય 11 ફૂટનો અજગર દેખાયો, ગ્રામ લોકોની મદદ લઈ અજગરનું રેસ્ક્યુ કરાયું  

July 2, 2023khusbu pandya

Gujarat/ રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , બેડી ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , બેડી ગામમાં રોજ 15-20 એન્ટિજેન ટેસ્ટ થાય છે, દરરોજ કોરોનાના 5-6થી પોઝિટિવ કેસ નોંધાય છે , બેડી ગામમાં RTPCR ટેસ્ટ નહિવત થાય છે, બેડી ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ગંભીર દર્દીઓને રાજકોટ સિવિલમાં ખસેડાય છે

April 24, 2021parth amin

Liquor Caught/ ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા, રૂપિયા 50 લાખનો દારૂ ઝડપ્યો

March 9, 2024Komal Patel

Not Set/ બિજનૌર: પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં મિથેન ટેન્ક બ્લાસ્ટ થતાં 6 કર્મચારીઓનાં મોત, 8 ઘાયલ

September 12, 2018September 12, 2018mantavya

Gujarat/ મહંત હરિ હરાનંદ બાપુ કોરોના સંક્રમિત, અમદાવાદની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ, હરિ હરાનંદ બાપુના ભક્તોમાં જન્મી ચિંતા

July 17, 2022parth amin
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy