Breaking News: રાજકોટ શહેરના નાના મિલકતધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરા (Rajkot Property Tax) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બાકી વેરો ભરનારા મિલકતધારકોને વ્યાજમાં રાહત આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી બાકી મિલકત વેરો ભરનાર લોકોને રૂ. 5000 સુધીના વ્યાજની માફી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ બાકી વેરાની વસૂલાત વધારવાનો તેમજ સામાન્ય મિલકતધારકોને આર્થિક રાહત આપવાનો છે.
નાના મિલકતધારકોને મળશે આર્થિક રાહત
ઘણા સમયથી બાકી રહેલા મિલકતવેરા (Rajkot Property Tax) પર વ્યાજ વધતા મિલકતધારકો પર આર્થિક ભાર વધી રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી નાના મિલકતધારકોને બાકી રકમ ભરવામાં સરળતા રહેશે અને મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.
Rajkot Property Tax: 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી મળશે તક
મિલકતધારકો માટે આ ખાસ તક બે મહિના માટે રહેશે. 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન બાકી મિલકતવેરા (Rajkot Property Tax)ની ચુકવણી કરનારને રૂ.5000 સુધીના વ્યાજની માફી મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને આ યોજનાનો લાભ લેવા અને સમયસર બાકી વેરો ભરવા અપીલ કરવામાં આવી છે.
શહેરના હજારો લોકોને થશે ફાયદો
રાજકોટમાં નાના અને મધ્યમ વર્ગના અનેક મિલકતધારકો લાંબા સમયથી બાકી વેરા અને વ્યાજની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. હવે આ યોજનાથી તેમને મોટી રાહત મળશે. એક તરફ લોકોને વ્યાજમાંથી છૂટ મળશે તો બીજી તરફ મહાનગરપાલિકાને બાકી વસૂલાત કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો:ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ રસાકસીભર્યો રહેશે
