Breaking News: અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. કોર્પોરેટ રોડ પર આવેલા કોમર્સ હાઉસ-6 બિલ્ડિંગ (Ahmedabad Commerce House 6)માં અદાણી કંપનીમાં નોકરી કરતા એક યુવક પાંચમા માળેથી નીચે પટકાયા હોવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના 31 જુલાઈના રોજ સવારે અંદાજે 10:30 વાગ્યે બની હતી. યુવક બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળ વચ્ચેના ભાગમાંથી નીચે પડી ગયા હતા.
Ahmedabad Commerce House 6: ઘટનાને પગલે લોકોમાં દોડધામ
યુવક નીચે પડતાની સાથે જ બિલ્ડિંગ (Ahmedabad Commerce House 6)માં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક મદદ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની શક્યતા વચ્ચે તેને સારવાર માટે સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ
આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવક કયા સંજોગોમાં નીચે પટકાયો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા બિલ્ડિંગમાં હાજર લોકો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
બનાવ અંગે વધુ તપાસ ચાલુ
હાલ યુવકની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના અકસ્માત હતી કે અન્ય કોઈ કારણસર બની હતી.
આ પણ વાંચો:કર્ણાટકમાં જિપલાઇનનો રોમાંચ બન્યો જીવલેણ: દોરડું તૂટતાં 40 ફૂટ ઊંચાઈથી પટકાયો યુવક
આ પણ વાંચો:જામનગરમાં ફિલ્મી દ્રશ્યો: પેરાશૂટ સાથે રહસ્યમય યુવક નીચે પટકાયો, કોણ હતો એ ‘પેરાશૂટ મેન’?
આ પણ વાંચો:સુરતમાં મોપેડ ચાલકે કાબૂ ગુમાવ્યો, ડિવાઇડરને અથડાઈ ઓવરબ્રિજ પરથી પટકાયો
