Vadodara News/ વડોદરામાં રેડ એલર્ટ: 3 NDRF અને SDRFની ટીમો તૈનાત, નીચાણવાળા ગામોમાંથી સ્થળાંતર શરૂ

વડોદરામાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ (Vadodara Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. 3 NDRF, SDRFની ટીમો તૈનાત કરાઈ છે અને નીચાણવાળા ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Red Alert: આગામી 24 કલાક ભારે વરસાદની ચેતવણી, તંત્ર એલર્ટ મોડમાં

Vadodara News: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વડોદરા જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ (Vadodara Red Alert) મોડમાં આવી ગયું છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાંથી સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરી છે.

13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વડોદરાનો પણ સમાવેશ

કલેક્ટરે જણાવ્યું કે 31 જુલાઈના રોજ ગુજરાતના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ (Vadodara Red Alert) જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. હાલ વિદર્ભ અને દક્ષિણ મધ્ય પ્રદેશ વિસ્તારમાં સક્રિય મોનસૂન ટ્રફની અસરને કારણે સાંજે 5 વાગ્યાથી આગામી 24 કલાક દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Vadodara Red Alert: બચાવ માટે 3 NDRF અને SDRFની ટીમો તૈનાત

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

મુખ્ય તૈયારીઓમાં:

જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયા.

તમામ સરકારી વિભાગોને એલર્ટ (Vadodara Red Alert) પર રાખવામાં આવ્યા.

દરેક તાલુકામાં અધિકારીઓની વિશેષ ટીમો તૈનાત કરાઈ.

3 NDRFની ટીમો અને SDRFની ટીમને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે.

જરૂર પડે તો આર્મી અને એરફોર્સની મદદ પણ લેવામાં આવશે.

નીચાણવાળા ગામોમાંથી સ્થળાંતર શરૂ

સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોર, દેણા, ડબકા અને માલસર સહિતના નીચાણવાળા ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત પ્રસૂતિની નજીકની તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓને પણ અગાઉથી સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે આગામી 24 કલાક દરમિયાન:

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું.

તમામ પ્રકારની બિનજરૂરી મુસાફરી ટાળવી.

સ્ટેટ અને નેશનલ હાઈવે પર જવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું.

નર્મદા, ઢાઢર, વિશ્વામિત્રી, દેવ અને મહીસાગર નદીના કિનારા નજીક ન જવું.

જોખમી અથવા પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો સ્વૈચ્છિક રીતે સુરક્ષિત સ્થળે પહોંચી જાય.

કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની સલાહ

તંત્રે લોકોને ચેતવણી આપી છે કે, પાણી ભરાયેલા કોઝવે અથવા રસ્તા પરથી વાહન કે પગપાળા પસાર ન થવું. વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર, છૂટા વાયર અને જર્જરિત ઇમારતો નજીક ન ઊભા રહેવું. ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને ખુલ્લા રાખવા જેથી પૂર જેવી સ્થિતિમાં પશુહાનિ ટાળી શકાય. પીવાનું પાણી, જરૂરી દવાઓ અને ખાદ્યસામગ્રીનો પૂરતો જથ્થો અગાઉથી રાખવો.

માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ

જિલ્લા તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર માહિતી વિભાગ તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો:ભારે વરસાદના Vadodara Red Alert વચ્ચે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈએ રજા જાહેર

આ પણ વાંચો:વડોદરામાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી! ઝવેરનગરમાં ભુવો પડ્યો, અક્ષર ચોકમાં વિશાળ ખાડો સર્જાતા લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો:ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, સુરત-વડોદરા સહિત અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ