Delhi News: 2020ના દિલ્હી રમખાણો (Delhi Riots Case) દરમિયાન થયેલી IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં કડકડડૂમા કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બનાવથી સમાજ પર ઊંડી અસર પડી હતી.
Delhi Riots Case: પાંચ દોષિતોને આજીવન કેદની સજા
કડકડડૂમા કોર્ટે તાહિર હુસૈન, નાઝિમ, કાશિમ, અનસ અને જાવેદને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.આ અગાઉ કોર્ટે 13 જુલાઈના રોજ પાંચેય આરોપીઓને હત્યા, અપહરણ, રમખાણો (Delhi Riots Case) અને સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવાના આરોપ માટે દોષિત જાહેર કર્યા હતા.આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાંથી 6 લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
દિલ્હી પોલીસે કરી હતી ફાંસીની માંગ
દિલ્હી પોલીસે દોષિતો માટે કડકમાં કડક સજાની માંગ કરી હતી અને કોર્ટ સમક્ષ ફાંસીની સજા આપવા રજૂઆત કરી હતી.જોકે, કોર્ટે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પાંચેય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે.
નાળામાંથી મળ્યો હતો IB અધિકારી અંકિત શર્માનો મૃતદેહ
દિલ્હી રમખાણો (Delhi Riots Case) દરમિયાન 25 ફેબ્રુઆરી 2020ના રોજ IB અધિકારી અંકિત શર્મા ઘરેથી બહાર નીકળ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી પરત ફર્યા ન હતા.પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ માહિતી મળી હતી કે ચાંદબાગ પુલિયા નજીક ખજૂરી ખાસ નાળામાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. બીજા દિવસે પોલીસે નાળામાંથી અંકિત શર્માનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.આ મામલે તેમના પિતા રવિંદર કુમારની ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં તાહિર હુસૈન અને સાથીઓ પર આરોપ
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અંકિત શર્માની હત્યામાં તત્કાલીન AAP કાઉન્સિલર તાહિર હુસૈન અને તેમના સાથીઓ સામેલ હતા.આરોપ મુજબ, હુમલા બાદ અંકિત શર્માનો મૃતદેહ નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
CAA વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળ્યા હતા રમખાણો
ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરી 2020ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણ બાદ દિલ્હીનો માહોલ હિંસક બન્યો હતો.
આ રમખાણો 26 ફેબ્રુઆરી સુધી ચાલ્યા હતા.
આ હિંસામાં 53 લોકોના મોત થયા હતા.250થી વધુ લોકો ઘાયલ થયા હતા. આશરે 800 દુકાનો સળગાવી દેવામાં આવી હતી. 500થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું. દિલ્હી રમખાણો (Delhi Riots Case) દેશના સૌથી ગંભીર સામાજિક તણાવના બનાવોમાંથી એક માનવામાં આવે છે.
આ પણ વાંચો:દિલ્હી રમખાણો મામલો: ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ જેલમાં જ રહેશે, અન્યને આરોપીઓને રાહત
આ પણ વાંચો:દિલ્હીના શીખ વિરોધી રમખાણો : સજ્જનકુમારની સજા પર ચુકાદો અનામત : કોર્ટ 25 ફેબ્રુઆરીએ સજા સંભળાવશે
