Ahmedabad News/ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે AMCએ સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદ્યો, વાહનચાલકોમાં રોષ

ભારે વરસાદની આગાહી વચ્ચે AMCએ સંજીવની-ડ્રાઇવ ઇન રોડ (Sanjeevani Road Work) ખોદતા વાહનચાલકો અને વેપારીઓ પરેશાન

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sanjeevani Road Work: AMCની બેદરકારી? વરસાદ પહેલા નહીં, વરસાદ વચ્ચે શરૂ કર્યું રોડ ખોદકામ

Ahmedabad News: અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. શહેરના સંજીવનીથી ડ્રાઇવ ઇન તરફ જતા મુખ્ય રોડ (Sanjeevani Road Work) પર ખોદકામ શરૂ કરવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત પહેલા પૂર્ણ થવી જોઈએ તેવી કામગીરી હવે વરસાદી માહોલ વચ્ચે શરૂ કરવામાં આવતા લોકો તંત્રની આયોજન ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. રોડ પર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવતા વાહન વ્યવહારને અસર પહોંચી છે.

Sanjeevani Road Work: રોડ બ્લોક થતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

સંજીવની-ડ્રાઇવ ઇન રોડ (Sanjeevani Road Work) શહેરના વ્યસ્ત માર્ગોમાંથી એક છે. આ માર્ગ પર ખોદકામ અને રોડનો ભાગ બંધ કરવામાં આવતા પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે વરસાદ દરમિયાન ખુલ્લા ખાડાઓને કારણે પાણી ભરાવાની અને વાહનો ફસાવાની શક્યતા વધી શકે છે. જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.

વેપારીઓએ વ્યક્ત કર્યો આક્રોશ

રોડ (Sanjeevani Road Work)  પર ચાલતી કામગીરીને લઈને સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અગાઉ વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી તેઓને નુકસાન સહન કરવું પડ્યું હતું. એક સ્થાનિક ઓફિસધારકે જણાવ્યું કે, અગાઉ પડેલા વરસાદમાં પાણી ભરાતા આર્થિક નુકસાન થયું હતું. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય સમયે કામગીરી ન કરવામાં આવી અને હવે ભારે વરસાદની આગાહી વચ્ચે રોડ (Sanjeevani Road Work)  ખોદવામાં આવી રહ્યો છે.

તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ

સ્થાનિકોએ AMC પાસે માંગ કરી છે કે ખોદકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે. વેપારીઓએ ચેતવણી પણ આપી છે કે જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.હાલમાં વરસાદી સિઝન વચ્ચે શરૂ કરાયેલી આ કામગીરીને લઈને AMCની કામગીરી ચર્ચામાં આવી છે.


આ પણ વાંચો:પાલનપુરના આકર્ષણ રોડ પર મોટો ભૂવો પડ્યો, ટ્રક ખાબકતા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ

આ પણ વાંચો:અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદની શરૂઆત, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર; સ્કૂલ-કોલેજોમાં રજા

આ પણ વાંચો:રેડ એલર્ટ વચ્ચે ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ