Ahmedabad News/ અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ

બોપલમાં અક્ષર ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી (Construction Site Wall Collapse), સુરક્ષા અને તંત્રની કામગીરી સામે સવાલ

Top Stories Ahmedabad Gujarat Breaking News
Construction Site Wall Collapse: દિવાલ પડી છતાં કામ ચાલુ! બોપલમાં બિલ્ડર અને AMCની કામગીરી સામે સવાલ

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી (Construction Site Wall Collapse) થવાની ઘટના સામે આવી છે. અક્ષર ગ્રુપની સાઇટ પર બાઉન્ડ્રી દિવાલનો એક ભાગ તૂટી પડતા સ્થળ જોખમી બની ગયું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દિવાલ ધરાશાયી (Construction Site Wall Collapse) થયા બાદ પણ સાઇટ પર બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. જેના કારણે આસપાસના લોકો દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને બિલ્ડરની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

બાઉન્ડ્રી દિવાલની મરામત પહેલા બાંધકામ ચાલુ?

દિવાલ ધરાશાયી (Construction Site Wall Collapse) થયા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જોખમી સ્થિતિમાં રહેલી બાઉન્ડ્રી દિવાલની યોગ્ય મરામત અને સુરક્ષા વ્યવસ્થા કર્યા વગર બાંધકામની કામગીરી કેવી રીતે ચાલુ રાખવામાં આવી રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે સૌપ્રથમ જોખમી ભાગને સુરક્ષિત બનાવવાની જરૂર હતી, પરંતુ તેના બદલે બાંધકામનું કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે.

Construction Site Wall Collapse: AMCની કામગીરી સામે પણ સવાલ

ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તો બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, સ્થાનિકોનો સવાલ છે કે માત્ર રસ્તો બંધ કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે પછી સાઇટની સુરક્ષા અંગે પણ કડક પગલાં લેવામાં આવશે?લોકોમાં ચર્ચા છે કે બિલ્ડરને આપવામાં આવેલી રજા ચિઠ્ઠી (બિલ્ડિંગ પરમિશન) સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં.

સુરક્ષા વ્યવસ્થા અંગે લોકોમાં ચિંતા

બાંધકામ સાઇટ નજીક રહેતા લોકો અને રાહદારીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા સ્થળનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.હાલમાં સમગ્ર મામલે તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.


આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ, અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:ખેડાના વસોમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉમઇ નદીનો પાળો તૂટતા લીલાપુર ગામમાં પાણી ઘૂસ્યા