US-Iran Tensions Updates: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેના જવાબમાં ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, જો અમેરિકા કે ઈઝરાઈલ દ્વારા કોઈ હુમલો કરવામાં આવશે, તો ઈરાન મિડિલ ઈસ્ટના મુખ્ય તેલ અને ગેસ પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને મોટી તબાહી મચાવશે.
Iranની ટાર્ગેટ લિસ્ટમાં કયા મુખ્ય ઠેકાણાઓ સામેલ છે?
તસ્નીમ ન્યૂઝ (ઈરાનની એક અગ્રણી અને અર્ધ-સરકારી સમાચાર એજન્સી છે)ના અહેવાલ મુજબ, ઈરાને જવાબી કાર્યવાહી માટે એક વ્યાપક યોજના તૈયાર કરી છે, જેમાં પડોશી દેશોના મહત્ત્વપૂર્ણ ઊર્જા ઠેકાણાઓ સામેલ છે:
સાઉદી અરેબિયા: દુનિયાની કુલ તેલ સપ્લાયનો ૫ ટકાથી વધુ હિસ્સો ધરાવતું ઘાવર ઓઈલ ફોર્ડ તેમજ અબકૈક અને ખુરાઈસ ફેસિલિટીઝ (જ્યાં રોજ 70 લાખ બેરલથી વધુ તેલ પેદા થાય છે).
સંયુક્ત આરબ અમીરાત (UAE): ઝાકુમ ઓઈલ ફિલ્ડ અને રૂવાઈસ રિફાઈનરી.
કતર: નોર્થ ફિલ્ડ અને રાસ લાફાન, જે દુનિયાના એલએનજી (LNG) વ્યાપારનો આશરે 20 ટકા હિસ્સો સંભાળે છે.
અન્ય દેશો: કુવૈતનું બુરગન ઓઈલ ફિલ્ડ, બહેરીનની સિટ્રા રિફાઈનરી અને ઈઝરાઈલના લેવિઆથન તથા તામાર ગેસ ફિલ્ડ પણ આ યાદીમાં છે.
અમેરિકાની રણનીતિ અને ટ્રમ્પનો નિર્ણય
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત હુમલાનો મુખ્ય હેતુ ઈરાન પર દબાણ વધારવાનો છે જેથી તે યુદ્ધવિરામની ચર્ચામાં શરતો સ્વીકારે. હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે કોઈ અંતિમ આદેશ આપ્યો નથી, પરંતુ આ મામલે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. આ તણાવને કારણે મિડિલ ઈસ્ટમાં સુરક્ષાની સ્થિતિ વધુ ગંભીર બની છે.
આ પણ વાંચો:મોરક્કોથી હજારો પ્રવાસીઓની ઘૂસખોરીથી સ્પેનમાં કટોકટી; જાણો સમગ્ર ઘટના
આ પણ વાંચો:યુરોપ પહોંચવાના પ્રયાસમાં મોટી દુર્ઘટના: મોરોક્કોના 18 પ્રવાસીઓના મોત, સરહદ પર મચી નાસભાગ


