Gujarat News/ ગુજરાતમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી, રસ્તા બંધ

Gujarat Heavy Rain: ગુજરાતમાં ભારે વરસાદથી મોરબી, હળવદ અને ખેડા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા, અનેક રસ્તા બંધ કરાયા, ડાકોરમાં ગોમતી તળાવ ઓવરફ્લો થયું અને હજારો વીઘા ખેતી પાણીમાં ડૂબી ગઈ.

Top Stories Gujarat
Gujarat Heavy Rain: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર

Gujarat Rain News: ગુજરાતમાં અવિરત અને ધોધમાર વરસાદે (Gujarat Heavy Rain) અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મોરબી, હળવદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, હજારો એકર ખેતી પાણીમાં ડૂબી ગઈ છે અને લોકોને ઘરોમાંથી બહાર નીકળવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

Gujarat Heavy Rain: મોરબીમાં 15થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ

મોરબીના સામાકાંઠા(Morbi Rain)વિસ્તારમાં વરસાદે સૌથી વધુ અસર સર્જી છે. 15થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં આખો વિસ્તાર જળમગ્ન બની ગયો છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં રસોઈ સહિતની દૈનિક કામગીરી ખોરવાઈ ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પણ લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. પાણી ભરાયેલા ઘરોમાં રાત પસાર કરવી મુશ્કેલ બનતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Heavy Rain: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર

હળવદમાં છ ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક ગામો સંપર્કવિહોણા

હળવદ શહેરમાં (Halvad Rain)માત્ર થોડા કલાકોમાં પડેલા અંદાજે છ ઇંચ વરસાદે શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. રુક્મિણી પાર્ક, સિદ્ધનાથ પાર્ક અને ઉમા વાટિકા સહિત ત્રણથી વધુ સોસાયટીઓમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા છે, જ્યારે આસપાસના ઘણા ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. વરસાદી પાણીના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જીવન બંને પર ગંભીર અસર પડી છે.

Gujarat Heavy Rain: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર

ડાકોરમાં ગોમતી તળાવ ઓવરફ્લો, મંદિર સુધી પહોંચ્યા પાણી

ખેડા જિલ્લાના ડાકોરમાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગોમતી તળાવ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતાં (Gomti Talav Overflow) તેનું પાણી શહેરના માર્ગો પર ફરી વળ્યું છે. રણછોડરાયજી મંદિરના પગથિયાં સુધી પાણી પહોંચતાં ભક્તોમાં પણ ચિંતા જોવા મળી હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે.

કઠાણા-દહીઅપ માર્ગ બંધ, વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની અપીલ

Gujarat Heavy Rain: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર

ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે કઠાણા-દહીઅપ માર્ગ પર ખેતરોનું પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્રે સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર અવરજવર રોકી દીધી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ, હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી

ખેડાના વસો તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદ (Vaso Rain) નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખારીકુઈ, મુખ્ય બજાર અને ઇન્દિરા નગરી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં જનજીવન ખોરવાઈ ગયું છે. ડ્રોન કેમેરામાં સમગ્ર વિસ્તાર જળમગ્ન હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે હજારો વીઘા ખેતીલાયક જમીન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે.

તંત્ર એલર્ટ, હજુ પણ ભારે વરસાદની શક્યતા

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને પગલે રાહત અને બચાવ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.


આ પણ વાંચો: વરસાદે ખોલી વિકાસકાર્યોની પોલ! ખંભાતની નહેરની દિવાલ ધરાશાયી, સંખેડામાં રૂ.1.21 કરોડનો રોડ ધોવાયો, વાંકાનેરમાં પ્લે હાઉસની દિવાલ તૂટી

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં રહસ્યમય ઘટના! બોરિંગમાંથી નીકળ્યું ગરમ પાણી, ગ્રામજનોમાં કુતૂહલ અને ભય

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ! કોઝવે બંધ, પોલીસ મથકમાં પાણી, અનેક ગામો બેટમાં ફેરવાયા; જનજીવન અસ્તવ્યસ્ત