Surat News: સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ (Kinnar Group Clash) વચ્ચે થયેલા જૂના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય કિન્નર સપનાકુંવર નંદનીકુંવર પર પાંચ જેટલા કિન્નરો (Kinnar Group Clash)એ એકસાથે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, રેલવે સ્ટેશન પર થયેલી બોલાચાલીની અદાવત રાખીને આરોપીઓ લસકાણા વિસ્તારમાં આવેલા એક ઘરમાં પહોંચ્યા હતા અને ત્યાં મારામારી કરી હતી. ઘટનામાં ચપ્પુથી ઈજા થતાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહાકાળી માતાજીની પૂજા બાબતે થયો હતો વિવાદ
ફરિયાદ મુજબ, 30 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે સપનાકુંવર પોતાના કિન્નર (Kinnar Group Clash) મિત્રો સાથે સુરત રેલવે સ્ટેશન પર હાજર હતા. આ દરમિયાન ચૈતર મહિનામાં મહાકાળી માતાજીની પૂજા અંગે ચર્ચા ચાલી રહી હતી.આ સમયે નજીકમાં હાજર ખુશીકુંવર નામના કિન્નરે પોતાની વાત થતી હોવાનો આક્ષેપ કરીને બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં આ વિવાદ ગાળો-ગાળી અને મારામારી સુધી પહોંચ્યો હતો.
મિત્રના ઘરે જમવાનું બનાવતા સમયે હુમલો
ફરિયાદ મુજબ, રેલવે સ્ટેશન પર થયેલા વિવાદ બાદ સાંજે સપનાકુંવર લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર ખાતે પોતાના મિત્ર દીપકુવરના ઘરે ગયા હતા. ત્યાં તેઓ દીપકુવર અને સમીરાકુંવર સાથે મળીને રાત્રિનું જમવાનું બનાવી રહ્યા હતા.આ દરમિયાન રાત્રિના સમયે શુભકુંવર, બ્યુટીકુંવર અને જમનાકુંવર લાકડાના ફટકા સાથે ઘરમાં ઘૂસી આવ્યા હોવાનો આરોપ છે.
Kinnar Group Clash: લાકડીથી માર માર્યો અને ચપ્પુથી હુમલાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘરમાં પ્રવેશ્યા બાદ આરોપીઓએ સપનાકુંવર અને તેમના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી અને મારામારી શરૂ કરી હતી.આરોપ છે કે શુભકુંવર અને બ્યુટીકુંવરે સપનાકુંવરને પકડી રાખ્યા હતા, જ્યારે જમનાકુંવરે લાકડાના ફટકાથી માર માર્યો હતો.
ત્યારબાદ ખુશીકુંવર પણ ત્યાં પહોંચ્યા હતા અને સપનાકુંવર પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, રસોડામાં પડેલા શાક સમારવાના ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બચાવ દરમિયાન સપનાકુંવરના હાથમાં ચપ્પુ વાગતાં ઈજા થઈ હતી.
પાંચ કિન્નરો સામે પોલીસ ફરિયાદ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે માન્યાકુંવર નામના અન્ય કિન્નરે (Kinnar Group Clash) પણ સ્થળ પર આવી મારામારી કરી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થવાની શક્યતા હોવાથી હુમલાખોરો ત્યાંથી નીકળી ગયા હતા.ઈજાગ્રસ્ત સપનાકુંવરને મિત્રો દ્વારા સારવાર માટે પ્રથમ દીનબંધુ હોસ્પિટલ અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સારવાર બાદ સપનાકુંવરે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લસકાણા પોલીસે તપાસ શરૂ કરી
લસકાણા પોલીસે જમનાકુંવર, શુભકુંવર, બ્યુટીકુંવર, ખુશીકુંવર અને માન્યાકુંવર સામે ફરિયાદ નોંધી છે. પોલીસે વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભમ્મરને સોંપી છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓના નિવેદન અને ઘટનાની હકીકત અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતની કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી, વસ્તી ગણતરી મુદ્દે બબાલ
આ પણ વાંચો:ભાવનગર બગદાણા મારામારી કેસમાં નવો વળાંક, સુરતની મહિલાનો નવનીત બાલદીયા પર ગંભીર આરોપ
આ પણ વાંચો:સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી, વીડિયો વાયરલ
