Gandhinagar News/ માણસાના વેડા ગામમાં રસ્તા મુદ્દે સ્થાનિકોનો આક્રોશ, ભાજપનો ખેસ પહેરી ધારાસભ્ય સામે કર્યો વિરોધ

Village Road Protest: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા ગામના ચામુંડાનગરમાં વર્ષોથી રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.. વધુ વાંચો

Gujarat Gandhinagar Top Stories
ભાજપનો ખેસ પહેરી કર્યો વિરોધ

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસા (Manasa) તાલુકાના વેડા ગામના (Village Road Protest) ચામુંડાનગર વિસ્તારમાં વર્ષોથી પાકા રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓ, પુરુષો અને બાળકો સહિતના સ્થાનિકોએ ભાજપનો ખેસ પહેરી સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Village Road Protest: વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં

સ્થાનિકોના જણાવ્યા મુજબ ચામુંડાનગર વિસ્તારમાં વર્ષોથી પાકા રસ્તાની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધ્યો છે. વિકાસના દાવાઓ વચ્ચે પાયાની સુવિધા ન મળતાં આખરે ગ્રામજનોએ જાહેર વિરોધનો માર્ગ અપનાવ્યો.

100 જેટલા પરિવારો કાચા રસ્તા પર જીવવા મજબૂર

Village Road Protest: 100 પરિવારોને વર્ષોથી હાલાકી

ચામુંડાનગરમાં આશરે 100 જેટલા ઠાકોર સમાજના પરિવારો વસવાટ કરે છે. ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ જતાં બાળકોને શાળાએ જવામાં (Chamundanagar Road Issue) મુશ્કેલી પડે છે, જ્યારે રોજિંદી અવરજવર પણ જોખમી બની જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો વીતી ગયા છતાં રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

એમ્બ્યુલન્સ પહોંચવામાં પણ પડે છે મુશ્કેલી

Village Road Protest: 100 પરિવારોને વર્ષોથી હાલાકી

સ્થાનિકોએ જણાવ્યું કે ખરાબ રસ્તાના કારણે આરોગ્ય સંબંધિત ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. આ અંગે મામલતદારથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી.

મામલતદાર કચેરીએ પહોંચીને કર્યો વિરોધ

સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ ભાજપનો ખેસ પહેરી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. વિરોધ દરમિયાન સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ આવેદનપત્ર આપી તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરવામાં આવી.

ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

સ્થાનિક અગ્રણી નરેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે જો ચામુંડાનગરમાં પાકા રસ્તાનું કામ તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ વધુ ઉગ્ર અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોએ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો: ગીર સોમનાથના છારા દરિયાકાંઠે કરુણ ઘટના: ન્હાવા પડેલા પાંચ કિશોરો ડૂબ્યા, ત્રણનો બચાવ; બે લાપતા

આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી, 41 પેઢીઓમાં ચેકિંગ; 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સનો નાશ

આ પણ વાંચો: સુરતમાં મિત્રની હત્યાનો કલાકોમાં ભેદ ઉકેલાયો: ‘તારી પત્ની ભાગી ગઈ’ કહી મશ્કરી કરતા મિત્રને ઉતાર્યો મોતને ઘાટ