Kheda News : ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી માધવ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ (Hospital Controversy)માં આવી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 20 વર્ષીય ધર્મેશ બારૈયાના સારવાર દરમિયાન મોત બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારી (Negligence)ના આક્ષેપો કર્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
માધવ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ (Hospital Controversy)માં આવી

મળતી માહિતી મુજબ, ધર્મેશ બારૈયા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ (Accident Victim Death)સારવાર માટે માધવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા સમયસર અને યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી, જેના કારણે ધર્મેશનું મોત થયું. પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને જરૂરી તમામ સારવાર આપવામાં આવી હતી અને સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવી નહોતી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, ધર્મેશ બારૈયાનું મોત કુદરતી કારણોસર થયું હતું અને સારવારમાં કોઈ ખામી રહી નથી. હાલ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાવાર તપાસ બાદ જ ઘટનાના સાચા કારણો અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.
