Sports News : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિલેક્શન કમિટીને લઈને ખૂબ જ ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. વર્તમાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો કાર્યકાળ આવતા એકાદ મહિનામાં જ સમાપ્ત થઈ શકે છે. ક્રિકેટ બોર્ડ (Cricket Board)ના ઉચ્ચ અધિકારીઓ તેમના સ્થાને બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Centre of Excellence)ના વડા અને પૂર્વ ભારતીય દિગ્ગજ VVS લક્ષ્મણને નવો ચહેરો બનાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.
અગરકરના એક્સટેન્શન વચ્ચે અચાનક બદલાયા સમીકરણો
અજીત અગરકરની મુદત અંગે બોર્ડના આંતરિક વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.મૂળ યોજના મુજબ અગરકરનો કરાર જૂન 2026 માં પૂરો થવાનો હતો, પરંતુ બોર્ડે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. એવી ધારણા હતી કે અગરકર 2027 ના વનડે વર્લ્ડ કપ સુધી પોતાના પદ પર યથાવત રહેશે.લોર્ડ્સમાં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી વનડે રોહિત શર્માની કારકિર્દીની આખરી મેચ હશે તેવી અફવાઓ વહેતી થઈ હતી. પરંતુ ‘હિટમેન’ રોહિતે શાનદાર સદી ફટકારીને તમામ આયોજનો પર પાણી ફેરવી દીધું અને પસંદગીકારોને બેકફૂટ પર ધકેલી દીધા.
રોહિતના મુદ્દે બોર્ડ અને સિલેક્ટર્સ વચ્ચે મતભેદ?
રોહિત શર્મા (Rohit Sharma)ના વનડે કરિયરને લઈને BCCI ના અધિકારીઓ અને પસંદગીકારો વચ્ચે તાણ જોવા મળી રહી છે..અહેવાલો મુજબ, અગરકર સાથે સલાહ-મસલત કર્યા વિના જ BCCI સચિવ દેવજીત સાઇકિયાએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે રોહિત શર્મા વનડે ટીમનો નિયમિત હિસ્સો છે અને જ્યાં સુધી તે યોજનાઓમાં રહેશે ત્યાં સુધી દેશ માટે રમતો રહેશે. ટીમ મેનેજમેન્ટના કેટલાક લોકો રોહિત 2027 નો વર્લ્ડ કપ રમે તેના પક્ષમાં નથી. બીજી તરફ, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની 10 માંથી 8 મેચોમાં મળેલી હાર અંગે યોજાનારી રિવ્યૂ મીટિંગ પણ હજુ સુધી યોજાઈ નથી અને ટીમ રિવ્યૂ વિના જ શ્રીલંકા પ્રવાસે રવાના થઈ ગઈ છે.
આ પણ વાંચે :‘જો હું ન રમું તો ડ્રોપ કરી દો’: મોહમ્મદ કૈફનો ચોંકાવનારો દાવો!
આ પણ વાંચે :GCG 2026 બાદ પાકિસ્તાની બોક્સર ગાયબ,પાસપોર્ટ વિના હોટલમાંથી થયા લાપતા
આ પણ વાંચે :પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બન્યું નંબર-1
