National News/ PM મોદીનો વીડિયો વિવાદ બાદ Meta પર સરકાર કડક, માર્ક ઝુકરબર્ગે માફી માંગી

Mark Zuckerberg Apology: PM નરેન્દ્ર મોદીનો વીડિયો Facebook પરથી હટાવવાના વિવાદ બાદ Metaના CEO માર્ક ઝુકરબર્ગે CSAM, ડીપફેક અને પ્લેટફોર્મ સંચાલનની ભૂલો બદલ માફી માંગી..વધુ વાંચો..

Top Stories India World Trending
Mark Zuckerberg Apology: Meta પર સરકારનો કડક વલણ

India News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો એક વીડિયો Facebook પરથી હટાવાયા બાદ કેન્દ્ર સરકાર અને Meta વચ્ચેનો વિવાદ વધુ ગાઢ બન્યો છે. આ મુદ્દે સંસદની માહિતી અને ટેક્નોલોજી સંબંધિત સ્થાયી સમિતિમાં પણ ચર્ચા થઈ હતી. સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે Metaના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) માર્ક ઝુકરબર્ગે આ ઘટનાને લઈને વ્યક્તિગત રીતે માફી માંગવી જોઈએ. સમિતિના કેટલાક અન્ય સભ્યોએ પણ જવાબદારી નક્કી કરીને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Mark Zuckerberg Apology: માર્ક ઝુકરબર્ગે ભૂલો બદલ વ્યક્ત કર્યો ખેદ

માહિતી મુજબ Metaના CEO માર્ક ઝુકરબર્ગે બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રી (CSAM), ડીપફેક કન્ટેન્ટ અને પ્લેટફોર્મના સંચાલનમાં થયેલી ભૂલો બદલ માફી વ્યક્ત (Mark Zuckerberg Apology) કરી છે. આ સાથે કંપનીએ પોતાની કન્ટેન્ટ મોડરેશન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા અને નિયમોના પાલન માટે જરૂરી પગલાં લેવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સરકારનું સોશિયલ મીડિયા કંપનીઓને કડક વલણ

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોએ તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સામગ્રી માટે વધુ જવાબદારીપૂર્વક વર્તવું પડશે. સરકારે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ અને જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે.

‘સેફ હાર્બર’ સુરક્ષા પર પણ વિચારણા

સરકારે સંકેત આપ્યો છે કે જો નિયમોનું પાલન નહીં થાય તો માહિતી ટેક્નોલોજી અધિનિયમ હેઠળ મળતી ‘સેફ હાર્બર’ સુરક્ષા અંગે પણ પુનર્વિચાર થઈ શકે છે. આ સુરક્ષા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મોને યુઝર દ્વારા પોસ્ટ કરાયેલી સામગ્રી માટે મર્યાદિત કાનૂની રક્ષણ મળે છે, પરંતુ નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં આ રક્ષણ પર અસર પડી શકે છે.


આ પણ વાંચો: PM મોદીના NEET Paper Leak સંબોધનનો વીડિયો Facebook પરથી હટ્યો, વિવાદ બાદ METAએ માફી માગી

આ પણ વાંચો: EUની Metaને કડક ચેતવણી, Facebook-Instagramના વ્યસન વધારતા ફીચર્સ હટાવવાનો આદેશ

આ પણ વાંચો: ભારત સરકારનો Metaને સમન્સ! 5-6 ઓગસ્ટે ગ્લોબલ ટીમને દિલ્હી બોલાવી, અનેક મુદ્દે થશે પૂછપરછ