Hryana Singer Ankit Baliyan Murder case: ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. બુધવારે સાંજે આર્યપુરી વિસ્તારમાં નાલ પટરી પાસે અંકિત પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે અંકિત બાલિયાન(Ankit Baliyan) જિમમાંથી બહાર આવી રહ્યા હતા. તે સમયે અચાનક ચાર શખ્સ ત્યાં પહોંચ્યા હતા. તેમણે કોઈ તક આપ્યા વિના અંકિત પર સતત ગોળીઓ ચલાવી હતી. ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અંકિત જમીન પર પડી ગયા હતા, જ્યારે હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આરોપીઓ સુધી પહોંચવા પોલીસની તપાસ
હવે આ સમગ્ર ઘટનાનું CCTV ફૂટેજ સામે આવ્યું છે. વીડિયોમાં ચાર હુમલાખોરો જિમની બહાર અંકિત(Ankit Baliyan) પર ફાયરિંગ કરતા અને ત્યારબાદ ઝડપથી ત્યાંથી નીકળી જતા દેખાય છે. આખી ઘટના માત્ર થોડી જ સેકન્ડમાં બની હોવાનું ફૂટેજ પરથી જણાય છે. CCTV સામે આવ્યા બાદ પોલીસની તપાસને વધુ મહત્વપૂર્ણ કડી મળી છે. અધિકારીઓ હવે ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના કપડાં, હાવભાવ અને ઘટનાસ્થળેથી ભાગવાના માર્ગની પણ તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના અન્ય કેમેરાના રેકોર્ડિંગ પણ તપાસવામાં આવી રહ્યા છે.
Ankit Baliyanના ચાહકોમાં શોક
અંકિત બાલિયાન(Ankit Baliyan) હરિયાણવી સંગીત ક્ષેત્રમાં જાણીતા નામ તરીકે ઓળખાતા હતા. તેમની અચાનક હત્યાના સમાચારથી તેમના ચાહકો અને સ્થાનિક લોકોમાં ભારે દુઃખ ફેલાયું છે. ઘટનાને લઈને વિસ્તારમાં રોષનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ચારેય આરોપીઓ કોણ છે તે જાણવા માટે અલગ-અલગ એંગલથી તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે CCTV સહિત અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સિંગર સપના ચૌધરીનો હરિયાણવી ટ્રેડિશનલ અવતાર જોઇને ચાહકોએ કહીં દીધુ…
આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે
આ પણ વાંચો:પતિ વીર સાહુના મારપીટના ત્રાસથી સપના ચૌધરીએ છોડ્યું સાસરું, દિલ્હી ફેમિલી કોર્ટે આપ્યું પ્રોટેક્શન
